નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વિદેશ કૂટનીતિ:

નરેન્દ્ર  મોદીના પ્રધાનમંત્રી   બન્યા પછી  એમના  વિદેશ  પ્રવાસની  ઘણી ટીકા  થઈ  છે- હજુ પણ કરવામાં  આવે છે.

મૂળે  આપણે   ( આપણે   એટલે  બધા જ.. રાજકારણીઓ- પત્રકારો-લેખકો- ચિંતકો- સામાન્ય લોકો )  વિદેશનીતિમાં  સંપૂર્ણ  કાચા, આંતરરાષ્ટ્રીયનીતિઓ – વિદેશનીતિઓમાં  આપણે  બહુ તો વેપાર  કે  શેરબજાર  કે અમેરિકા- બ્રિટન- ઓસ્ટ્રેલિયાના  વિઝા મળે કે  નહિ  એટલો જ  રસ કે સમજ  પડે!    એકદમ સીધા શબ્દોમાં કહું તો  આપણા  મોટાભાગના  ભારતીયોને  વિદેશ કૂટનીતિમાં  સાંધા-સુજની સમજ  નથી  અને નથી  જ.    આંતરરાષ્ટ્રીય  રાજકારણમાં  રમતા  રૂપિયા(ડોલર)ના  રાજકારણ કે  વિવિધ સહાયને નામે રમાતી કૂટનીતિઓ  કે  અન્ય  રાજ રમતોની કઈ  જ સમજ નથી. ઉ.દા.  નેપાળ અને ભૂતાનની  મુલાકાત દરમ્યાન  મોદીએ  એ બંને  દેશોને  અબજોની સહાય જાહેર કરી ત્યારે  કેટલાક બુદ્ધિના બળદીયાઓ     “ઘરના  છોકરા  ઘંટી  ચાટે અને ઉપાધ્યાયને  આટો “ને  નામે  કકળાટ કરવા માંડેલા.  માથાદીઠ  દેવામાં  અમેરિકા  ઘણું દેવાદાર હોવા છતાં  વિશ્વમાં  લગભગ  દરેક દેશોને  ડોલરની  અઢળક  સહાયનું  રાજકારણ રમે છે, (મંદીના  સમયગાળામાં  પણ એ સહાયનું  રાજકારણ બંધ નહિ કરેલું )  જવા દો, બુદ્ધિના  બળદીયાઓને આ  નહી સમજાય  અને માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના  આંધળા  વિરોધના  ડાબલા બાંધેલા  એટલે સમજાશે પણ નહિ. જોકે  મોદીના પહેલાથી   આપણા  મોટાભાગના  ભારતીયોમાં  વિદેશનીતિની  સમજ  નથી.   કમનસીબે  આપણી  અન્ય  સમસ્યાઓની  જેમ  આપણી  વિદેશનીતિ પણ  માત્ર  વોટબેંક   આધારિત  છે.,  ઉ.દા. ઈઝરાયેલ  સંદર્ભે.

એટલે જ  અત્યાર સુધી  પાકિસ્તાન અને ચીન  આપણને  વિદેશીકુટનીતિમાં  મ્હાત  કરતા આવ્યા છે.

છેલ્લા  ઘણા વર્ષોથી  ચીન  ભારતની ફરતે (ખાસ  કરીને  હિન્દમહાસાગરમાં )  અજગર  ભરડો  લઇ રહ્યું છે કે લઇ ચુક્યું  છે. ભારતને  ચારે બાજુથી  ભીંસમાં  લેવાની  ચીન-પાકિસ્તાનની  રણનીતિને  વાસ્તવિક સ્વરૂપ  અપાઈ  રહ્યું છે.   નેપાળમાં  માઓવાદીનો   સત્તા પ્રયાસ,  શ્રીલંકામાં  ચીનની  છાવણી, માલદીવમાં  સતત  ચીનનો  હસ્તક્ષેપ, બાંગ્લાદેશ-પાકિસ્તાન તો આમ પણ  આપણી   વિરુદ્ધ જ છે.   જો કે  નેપાળમાં નરેન્દ્ર મોદીની સતત 2 મુલાકાત પછી   હવે ત્યાં થોડા સંજોગો બદલાયા છે.  નેપાળ હવે ફરી  હિંદુરાષ્ટ્ર  બનવા  તરફ જઈ  રહ્યું છે.  અને ત્યાં ભારત તરફી  નેતાઓનું  જોર  વધ્યું છે. ભૂટાન  તો પહેલે થી ચીનનું  કટ્ટર વિરોધી રહ્યું છે. ( નરેન્દ્ર મોદીએ   પ્રધાનમંત્રી  બન્યા બાદ સૌથી  પહેલા  ભૂટાનની મુલાકાત લીધેલી, જેનો  સંદેશો સ્પષ્ટ હતો….)

હમણાં  નરેન્દ્ર  મોદીએ એવા  કેટલાક નાના  અને સામાન્ય લાગતા દેશો-ટાપુઓની  મુલાકાત  લીધી  કે  જ્યાં  છેલ્લા  25-30 વર્ષોથી  ભારતના  કોઈ  પ્રધાનમંત્રીએ  મુલાકાત લીધી નહિ હતી.(સેશેલ્સ-ફીજી-મ્યાનમાર વિ.)    ત્યાં  જવાનું કારણ શું?  શું નરેન્દ્ર મોદી   અગાઉના   રાષ્ટ્રપ્રમુખ   પ્રતિભા પાટીલની જેમ  સહેલગાહે ગયેલા?  થોડું  ઊંડાણથી  વિશ્લેષણ કરીએ.

જે તે સમયે  ભારતની  જે તે સરકાર  અબજો-ખર્વોના   વિવિધ કૌભાંડો  કરવામાં  વ્યસ્ત  હતી-મૌની બાબા  માં-બેટાની  ગુલામીમાં વ્યસ્ત  હતા  ત્યારે  ચીનએ દક્ષિણ  ચીનના  સમુદ્ર તટથી સુદાન સુધી  એક રેખા  રચી  કાઢી જેમાં  ભારત  ભીંસમાં આવી ગયું.   સૌથી પહેલા  ચીનએ  એના  દક્ષિણ  સાગરતટમાં હૈનાન, વુડી, પરાસલ દ્વીપમાં મજબુત બેઝ  બનાવ્યો.  પછી  હિન્દમહાસાગરમાં આગળ વધ્યું.,  ચીને  બાંગ્લાદેશમાં  ચિત્તગોન્ગમાં નૌકાસેનાનું મોટી  છાવણી ઉભી કરી છે., શ્રીલંકાના  હમ્બ્નબોટામાં  એક કોમર્શીયલ શીપીંગ કેન્દ્ર  ઉભું કર્યું છે,.( નરેન્દ્ર મોદીની શ્રીલંકા  મુલાકાતના બરાબર પહેલા જ  શ્રીલંકાન  રાષ્ટ્રપ્રમુખનું  માછીમાંરોને લાગતું નિવેદન યાદ કરો! થોડી  સમજશક્તિ વાપરો તો એ ક્યાંથી આવ્યું તે સમજાશે).  પાકિસ્તાનમાં  ગ્વાદર બંદર નવું જ  ઉભું કરી  આપી જેમાં  વ્યાપાર અને બીજા બધા અધિકારો ચીન પાસે છે, મતલબ ચીનની  છાવણી ..  માલદીવ્સ પાસે  મારાઓ એટલ  વિસ્તારમાં  નૌસેનાની એક યુદ્ધ ટુંકડી  વિકસાવી છે..  સુદાન-તાન્જાનીયાના બંદરોમાં  ચીનનો મોટા પાયે મજબુત પગપેસારો છે. મંદેબ, મલક્કા, હોમરૂઝ,અને લોમ્બોક ખાડીના  નાના- મોટા  ટાપુઓ   પર  ચીનના બેઝ  બની ચુક્યા છે.  આમ  હિન્દ મહાસાગરમાં  લગભગ  દરેક ખૂણે ચીન પહોચી ચુક્યું છે. ચીન- પાકિસ્તાનની  રણનીતિ  પ્રમાણે  ભારત  ઘેરાઈ  ચુક્યું છે  કે ઘેરાઈ શકે છે.

હવે, આ ઉપરના સંદર્ભોમાં  નરેન્દ્ર મોદીની નેપાળ- શ્રીલંકા- માલદીવ્સ-વિયેતનામ-સેશેલ્સ-ફીજી-મ્યાનમાર-મોરેશ્યસની મુલાકાતો  વિષે વિચારો. એ પહેલા   ઉપર જે દેશ-ટાપુઓ  લખ્યા છે  તે નકશામાં  જોઈ લે જો, એટલે તેનું  વ્યુહાત્મક  મહત્વ સમજાશે.  સાથે નરેન્દ્ર મોદીએ આ દેશ-ટાપુઓની માત્ર  રાજકીય મુલાકાતો નથી લીધી  પરંતુ આ દેશ-ટાપુઓ  સાથે  એવા  લાંબા ગળાના  વિવિધ કરારો  કર્યા છે  કે એ દેશ-ટાપુઓમાં  ભારતની  હાજરી લાંબા સમય  સુધી રહે.. નેપાળમાં  વીજળીના કારખાના-સડકો, બીજી પ્રાથમિક  સુવિધાઓ   બનાવવાની  ખાતરી વિ.. સેશેલ્સમાં  ભારતનું  રડાર  લગાવ્યું, એનો કંટ્રોલ મોરેશ્યસમાંથી, એટલે બંને જગ્યાએ  ભારતની  હાજરી..તોહી માં એર બેઝ બનાવ્યો ..  જ્યાંથી   ચીનના દક્ષિણ  સમુદ્ર  પર નજર રાખી શકાય. વિયેતનામમાં  ONGCના  પ્લાન્ટ  શરુ થયા.  ત્યાંથી પણ દક્ષિણ ચીન  પર  નજર રાખી શકાય. અગ્નિ એશિયાના  દેશોનું મહત્વ   સૌથી  પહેલા  અટલ બિહારી  વાજપેયીએ  સમજ્યું હતું.  તેમણે  અગ્નિ એશિયાના  દેશો સાથે સંબંધ  વિકસાવવાની  શરૂઆત કરી હતી. અગ્નિ એશિયાના  દેશોનું ભારત  સાથે  સાંસ્કૃતિક  જોડાણ પણ છે જ… ત્યાં ભારતીયોની વસ્તી  પણ પુષ્કળ છે.. એનો પણ લાભ લઇ શકાય છે.   નરેન્દ્ર મોદીની  રણનીતિ જોતા   મારા માનવા  પ્રમાણે  આવતા  મહિનાની  જર્મની  અને ફ્રાંસની મુલાકાત  પછી  નરેન્દ્ર મોદીની મુલાકાતના  સ્થળ  મોઝામ્બીકા, દક્ષિણ આફ્રિકા, ઓમાન,  ઇન્ડોનેશીયા, ફીલીપીન્સ, મલેશિયા, સિંગાપોર  હશે.

આમ,  ચીન-પાકિસ્તાનની  અને  એમાં પણ ખાસ તો ચીનની  વિદેશનીતિની કુટનીતિની શતરંજી  ખંધી ચાલોને  નરેન્દ્ર મોદીએ  માત આપવાની  રણનીતિ  શરુ કરી  છે,.  જાપાન પણ ચીનનું  કટ્ટર  દુશ્મન છે,.  અને નરેન્દ્ર મોદીએ  જાપાન સાથે  ગાઢ  સંબંધ  વિકસાવ્યા છે.

હવે,  શેહ માત ના  શતરંજી ખેલમાં  કેટલા સફળ થાય એ તો સમય બતાવશે.  પણ  આંતરરાષ્ટ્રીય  રાજકારણમાં  એક સંદેશો તો  જરૂર પહોચ્યો છે  કે  મહાસત્તાઓની  ખંધી ચાલને  સમજવાવાળો  અને  સામે  એવી ચાલ  ચાલવાવાળો  એક  ચા  વાળો આવ્યો છે..

અહી  મોટી  સમસ્યા  એ  છે  કે  અત્યાર સુધીના એકાદ-બે  શાસક  સિવાય કોઈમાં  પણ    આંતરરાષ્ટ્રીય રાજકારણની વિદેશી કુટનીતિની સમજ  હતી  નહિ,  અને  ભારતીયો માં પણ એવી કોઈ સમજ  વિકસી નથી  એટલે  આ બાબતમાં  નરેન્દ્ર મોદીને  દેશ માંથી   સહકાર ઓછો  જ  મળવાનો છે. ( વિશ્વ  ગમે તે  કક્ષાએ પહોચે  પણ બધું  મફતિયું  મેળવવાની ગ્રંથીવાળાઓ છે  ત્યાં સુધી  ભારતનું કઈ જ નહિ થાય.)

આજ થી 10 વર્ષ પહેલા (તા; 29/5/2005ના રોજ )  મેં  આતંકવાદ  અને ચીનની રણનીતિ  વિષે  ગુજરાતમિત્ર  અખબારમાં  એક ચર્ચાપત્ર  લખ્યું હતુ,  જે  આ સાથે મુકયું છે.  ઉપરોક્ત  વિષયથી  થોડું  અલગ છે પણ  ચીનની  રણનીતિ  સમજવા  માટે ઉપયોગી છે.

“આજે સમગ્ર વિશ્વ આતંકવાદના ભય હેઠળ જીવી રહયું છે. કયારે કયાં હુમલો થશે તેનો કોઈને અંદાજ નથી. અત્યાર સુધી ભારત-ઈઝરાયેલ જ એનો ભોગ બન્યુ છે. થોડા વર્ષોથી રશિયા, અમેરીકા, બ્રિટન,સ્પેન તથા બીજા દેશો પણ તેના ભોગ બન્યા છે.
9/11ની ઘટના પછી અમેરીકા-બ્રિટને પોતાના સ્વાર્થ ખાતર પણ આતંકવાદ સામેની લડાઈને વૈશ્વિક રૂપ આપ્યુ છે. જે અત્યાર સુધી ભારત-ઈઝરાયલ પુરતું હતું. હવે વિશ્વના અન્ય દેશો તેમાં જોડાયા છે. આ બધી મથામણમાં ચીન કયાં છે? એની પર બહું ઓછાનું ધ્યાન ગયુ છે. ચીનની ભૂમિકા રહસ્યમય છે. ચીને  જાહેરમાં  આંતરરાષ્ટ્રીય  મંચ પર કદીપણ  આતંકવાદ  વિશે  કોઈ ટીકા કરી હોય એવું ધ્યાનમાં  નથી  કે  કોઈ  આતંકવાદી  ગ્રૂપે પણ  ચીન સામે કદી  જેહાદ કે એવું કઈ  જાહેર કર્યું નથી. . કેટલીક ઘટના થકી તાગ મેળવીએ. ૧.પાક.ના અણુબોંબજનક ડો. અ.કયુ.ખાને ચીનની મુલાકાત લીધેલી તે સમયે ચીને તેમને અણુબોમ્બની બ્લ્યુપ્રિન્ટ આપેલી જે પછીથી ઉ.કોરિયા સહિત બીજા દેશો, આતંકવાદી સંસ્થા પાસે પહોંચી હોવાની શંકા છે. ૨.પાક.માં પ્લુટેનિયમની ફેકટરી ચીને બનાવી આપી છે. તેના વડાએ ૯/૧૧ની ઘટનાના થોડા દિવસ અગાઉ લાદેનની મુલાકાત લીધી હતી. ૭\૭ની લંડનની ઘટનામાં વપરાયેલ બોંબની સામગ્રી ચીનના બીજીંગથી થોડા માઈલ દુર ફેકટરીમાં બનાવેલ હતી. (મોસાદ).
આમ, છાનેછપને ચીન આતંકવાદને મદદ કરી રહયુ છે. આની પાછળ ચીનની મહેચ્છા વૈશ્વિક અર્થતંત્ર પર કાબુ મેળવવાની છે. અમેરીકા, યુરોપ, ભારત, રશિયા,જાપાન,ઓસ્ટ્રેલિયા જેવા મજબુત અર્થતંત્ર ધરાવતા દેશોને સતત આતંકવાદના ભય નીચે રાખી એ દેશોના અર્થતંત્રને વ્યાપક નુકસાન પહોંચાડી પોતાના અર્થતંત્રને મજબુત કરવાનો છે.”

southernasiamapc438797678f5a06cb4cc4b489212dcd3

Posted in Uncategorized | 6 ટિપ્પણીઓ

પ્રોટોકોલ ઝીન્દાબાદ!!!

flag

થોડા દિવસો  પહેલા   ઓફીસના કામ  માટે   અડાજણની   એક શાળામાં  જવાનું થયેલું.  તે શાળામાં  સંચાલક cum  ટ્રસ્ટીની ઓફિસમાં  બેઠા હતા, અને ત્યારે  શાળા  છૂટવાના  સમયે  રાષ્ટ્રગીત  શરુ થયું,  હું  અને મારી સાથે આવેલ ઓફિસનો મિત્ર, અમે બંને  તરત જ  સાવધાનની  મુદ્રામાં  ઉભા થઈ  ગયા,   પરંતુ તે  દરમ્યાન અમારી સામે બેઠેલ  સંચાલક cum  ટ્રસ્ટી  મહાશય બેસી રહ્યા,   રાષ્ટ્રગીત  માટે   અમને  ઉભા થયેલા  જોઇને પણ  એ મહાશયને  ઉભા થઇ  રાષ્ટ્રગીતને   માન   આપવાનું   ભાન  નહિ થયું.,  એ મહાશય  એના  સ્ટાફ  સાથે વાત કરતા  રહ્યા..  કહેવાની  જરુર  નથી  કે  એમનો સ્ટાફ પણ  અમને  ઉભેલા જોવા છતા એમના કામમાં  જ કે  વાતમાં  મશગુલ રહ્યો…..  બોસ જ  જ્યાં  અમલ નહિ કરે  ત્યાં  બીજા  પણ એવું જ કરવાના ને!!!!  ( હવે મહેરબાની કરીને  અભિમન્યુની જેમ  પેટ માંથી  જ  પ્રોટોકોલ  શીખીને આવેલા  મિત્રો  મને અહી  કોઈ  પ્રોટોકોલ નહિ બતાવતા! )

એ સંચાલક કે  ટ્રસ્ટી  શાળામાં  વિદ્યાર્થીઓને  શું  શીખવવાના હતા !?  વિધાર્થીઓ  એમને  પટાંગણની બારી માંથી જોતા હતા! કે એમના  સાહેબ  રાષ્ટ્રીય ગીત સમયે  શું કરી રહ્યા હતા?!  વિદ્યાર્થીઓ તો  જે  આંખ સામે જોવાના  તે જ શીખવાના,  પછી  ભલેને  એ સંચાલક કે  ટ્રસ્ટી  રાષ્ટ્રપ્રેમ કે  નૈતિકતાની  મોટી-મોટી વાતો કરે… વિદ્યાર્થીઓની એની પર કઈ  અસર  નહિ થાય.  બરોબર ને!?

હવે  આ સત્ય ઘટનાને  હાલના  ઉપરાષ્ટ્રપતિની વર્તણુક સાથે જોડો….  ચિત્ર સ્પષ્ટ  થઇ જશે..

બચપણથી  જોતા આવેલા અને કરતાં  આવેલા છે,    રાષ્ટ્રગીત વાગે  એટલે  જે સ્થાને હોય ત્યાં  સાવધાનમાં  ઉભા  થઇ જ જવાય  અને  જો સામે  રાષ્ટ્રધ્વજ   હોય તો આપમેળે  હાથ  સલામી માટે  ઊંચકાઈ જ જાય…. વર્ષોથી  મગજમાં   અજાગ્રત મનમાં  આ સોફ્ટવેર ફીટ થઇ  જ  ગયેલું  અને  એમાં  ખાસ તો  રાષ્ટ્રપ્રેમ   ઉમેરાય   એટલે આપમેળે  ઉપરની ક્રિયા થઇ  જ જાય., એમાં  કઈ  ખાસ  પ્રોટોકોલ  મગજમાં  સેટ નહિ કરવા પડે !

હવે, અહી કેટલાક મિત્રો  પ્રોટોકોલના  હથિયાર લઈને  નીકળ્યા છે.. સરસ, માન્યું  પ્રોટોકોલ હશે, પરંતુ  વધારે અગત્યનું શું  પ્રોટોકોલ કે રાષ્ટ્રધ્વજ ને સલામી?  અને જો પ્રોટોકોલ તોડીને  રાષ્ટ્રધ્વજને  સલામી  આપતે  તો કયું આભ તૂટી પડવાનું હતું!!  ઉપર મેં  કહ્યું તેમ “તમારી  વર્તણુક  બારી માંથી વિદ્યાર્થીઓ જુએ  છે,  તેઓ આજ શીખશે.!!”

અરે, કેટલાક  પ્રોટોકોલ પ્રેમીઓ તો  એવી દલીલ  કરે છે  અગાઉના કોઈ   રાષ્ટ્રપતિ ધ્વજવંદન  કરતા  હોય ત્યારે   જુના કોઈ  ઉપરાષ્ટ્રપતિ  કે  વડાપ્રધાન  સલામી આપતા  હોય એવા ફોટા બતાવો!!  મતલબ કે  પ્રોટોકોલ  મુજબ રાષ્ટપતિ  ધ્વજવંદન  સમયે સલામી આપતા હોય ત્યારે  વડાપ્રધાન  પણ  સલામી નહિ આપે તો ચાલે …  મતલબ કે   આપણાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી અને  રક્ષામંત્રી મનોહર  પારીકર  એ બંને મહાનુભાવોએ   પ્રોટોકોલ  તોડ્યો છે (  અરે, અભિમન્યુ ની જેમ પેટ માંથી  જ પ્રોટોકોલ   શીખીને આવેલા  મિત્રો હદ કરો છો,.. પ્રોટોકોલના  બહાને  પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી અને  રક્ષામંત્રી મનોહર  પારીકરએ  રાષ્ટ્ર ધ્વજને સલામી આપી તેને જ  તમે તો ખોટી ઠેરવવા  બેઠા છો !!)  મારો ફરી  ફરીને  એક જ સવાલ…  વધારે  અગત્યનું  શું?  તમારો   પ્રોટોકોલ  કે  રાષ્ટ્રધ્વજને  સલામી?

અને  જો,    પ્રોટોકોલ  એટલા જ  અગત્યના  હોય તો  એ તોડવા માટેના  મોટા ગુનેગાર  તો બરાક ઓબામાં અને   નરેન્દ્ર મોદી  છે….  કારણ કે  એ બંને  રાજનેતાઓએ તો એરપોર્ટ  પર  મળતાની સાથે જ  ત્રણ દિવસ સુધી  કહેવાતા સરકારી પ્રોટોકોલ  સતત  તોડ્યા છે…એમણે   એમની  વર્તણુકમાં  સરકારી પ્રોટોકોલને  સ્થાને  મિત્રતાને જ  અગ્રસ્થાને રાખી…   આ  પ્રોટોકોલપ્રેમીઓનું   કઈ કહેવાય નહિ,  પ્રોટોકોલ  તોડવાના  “ગંભીર  ગુના”  હેઠળ  બંને  રાજનેતાઓનું   રાજીનામું પણ માંગી લે !!

એક ચોખવટ:  કેટલાક  વધારે હોશિયાર  મિત્રો  રાષ્ટ્રગીત  સમયે   રાષ્ટ્રધ્વજને  સલામી અને   ત્યારબાદ  અપાતી  પરેડને સલામીને  મિક્ષ કરે છે.. અહી વાત  થાય છે  રાષ્ટ્રગીત  સમયે   રાષ્ટ્રધ્વજને  સલામીની… ( પરેડને  સમયે તો  માત્ર રાષ્ટ્રપતિ જ ઉભા રહી ને  પરેડની સલામી ઝીલે છે) & ( આ લીસ્ટ માં  રાજનાથસિંહ અને સુષ્મા સ્વરાજ પણ છે જ.)

images (1)

Posted in Uncategorized | Leave a comment

મને ખબર જ નથી કે મને શેમાં રસ છે…..!!??

જીવનના  દરેક તબક્કે  કોઈ ને કોઈ   સમસ્યા  હોય જ  છે, અને એના  સમય -સંજોગો  પ્રમાણે ઉકેલ  હોય છે કે – મળે છે.  દરેકની એ  ઉકેલવાની કે સહન કરવાની  કેપેસીટી  અલગ-અલગ  હોય છે. હા,  એમાં કેટલીક સર્વમાન્ય રીતો  કે સહાયરૂપ પરિબળો( શોખ  વિ .)  સરખા  મદદરૂપ  બનતા હોય છે.  દરેકને  એની પસંદગીનું  બધું  જ મળતું નથી.  સમાધાનવૃતિ  મહત્વનો ભાગ  ભજવે છે.

દા.ત.  બહું  ઓછા  એવા નસીબદાર  હોય છે  જેને  પોતાના શોખ  અને જીવનની  આજીવીકાનું  સાધન  બંને  એક જ હોય.  જેમને  એમનો શોખ જ  રૂપિયા  રળી  આપતો હોય.  મોટાભાગે   બધાને  એમની આજીવિકા  રળવાના   સમય  બાદ  પોતાની શોખની  પ્રવૃતિ  કરવા મળતી હોય છે, કે એનો સમય કાઢવો  પડતો હોય છે , જે  શોખની પ્રવૃતિ  એને  રોજીન્દી  ઘટમાળમાં  એન્જીન ઓઈલ  પૂરું પાડે છે.  ઘણાને  કોઈ  શોખ  હોવા  છતાં  સંજોગોવશાત  તેને  માટે  સમય  નથી  કાઢી શકાતો.  તો  કેટલાક વિરલા  તેમના કામને જ  શોખ બનાવી દે છે… અને એનો આનંદ  માણે  છે. મતલબમાં   આપણને ખબર તો છે કે મારે શું કરવું છે  અને  મારે શું કરવું પડ્યું છે?!  અને જે   કરવું પડ્યું  એની રામાયણમાં,  જે  કરવાનું  (શોખ)  નથી  મળ્યું તે  માટેની મથામણ ચાલુ રહે છે.  અને  એને માટેના  મોટીવેશન  શિબિરો, ફિલોસોફીના  પાનાંઓ, ચર્ચાઓ- સલાહો-સૂચનો  સતત  આવતા રહે છે.  પણ………,,

જેને  ખબર જ નથી કે  મારે શું કરવું છે?!, અરે, મને શું  શોખ છે કે  મારામાં  શી આવડત છે  એજ   ખબર નથી એનું શું?  મોટીવેશન શિબિરો, ફિલોસોફી  બધું જ  કપરા  સંજોગોમાં  વ્યક્તિને એના શોખ તરફ વળવા કહે છે- ગમતા કાર્યો કરવા કહે છે,.  પરંતુ જેને  એના  શોખ કે ગમતા કામ શું છે  એજ  નથી ખબર…. એ ક્યાં જાય? એની મનોદશાનું શું?     જેને   શું કરવું છે  એ ખબર છે, પરંતુ  કેટલાક સંજોગોને-પરિબળોને   કારણે  એ  કરી શકતો  નથી તો એના  ઉપાય  છે..  એને  મદદ કરી શકો,   ટૂંકમાં  જીવનપથ  પર  રસ્તો  કે  મઝિલ  એક ની  ખબર  હોય તો   બીજું   શોધી શકાય  કે શોધવામાં  મદદ થઈ  શકે.  પરંતુ   જેને  જીવનમાં  કોઈ  મંઝીલ  હોય શકે,  રસ્તો  હોય શકે  એજ  નથી  ખબર  એ  જયારે  અન્યોને   મંઝીલ-રસ્તા   પર ટહેલતા  જુએ  છે  ત્યારે  એ સમજી જ  નથી શકતો  કે  એનામાં  શું ખૂંટે છે.  એની  ત્યારની મનોદશા  કેવી હશે?

બીજી તરફ છે  બધી વાતમાં   હિસાબ- કિતાબ

                         અહી  અમારા  જીવનમાં  કશું  ગણિત  નથી..

                                                —–મરીઝ

બે ત્રણ દિવસ  પહેલા ફેસબૂક  પર મિત્ર  આલાપ વ્યાસની  એક  પોસ્ટ વાંચી,  જેમાં  એમના  મિત્રને  ઉપર કહ્યું  તે  મુજબની સમસ્યા…   આલાપની  પોસ્ટે  મને  ઝણઝણાવી  મુક્યો,  મને  વિચારતા કરી મુક્યો.  મારા મગજમાં  એમના મિત્રના  શબ્દો “મને એવું કીધું કે ભાઈ મને ખબર નથી કે મને શેમાં રસ છે..” ઘુમવા માંડ્યા. આ શબ્દો એ મને  નવા  point of view થી  વિચારવા  મજબુર કર્યો.   મિત્ર  આલાપ  વ્યાસની એ  ફેસબુક પરની  પોસ્ટ   એમની મંજુરીથી  અક્ષરસ: અહી મુકું છું.  આપ સૌનો  અભિપ્રાય  ઈચ્છું  છું. (મિત્ર પંચાલ  મિતુલનો  પણ આભાર ).

“આમ તો ઘણા સમય થી આ વાત તમારી વચ્ચે મુકવાની ઈચ્છા હતી એટલે આજે નક્કી જ કરેલું કે કોલેજ થી ઘરે પહોચીને પેહલું કામ આ જ કરવું છે…

આ વાત ને લગભગ 1 મહિનો થવા આવ્યો છે.સવાર માં જ વાત મળી કે મારા જુનો રૂમ પાર્ટનરે (હું ભાવનગર રહેતો હતો ત્યારે) Suicide કર્યું પણ નસીબ જોગ તે બચી ગયો.એટલે મેં બીજા દિવસે તે મિત્ર સાથે વાત કરી અને પૂરો પ્રયત્ન કર્યો કે જેમ બને તેમ ખુલીને તેની સાથે વાત કરી શકું.અને એ પ્રયત્ન માં હું સફળ પણ થયો.એટલે મેં એને વાત કરી કે ‘‘ભાઈ કંઈ કારણ ખરું આવું કરવાનું ??જો તને કંઈ વાંધો ના હોય તો તું મારી સાથે Share કરી શકે છે.’’ એટલે એ બોલ્યો કે “ભાઈ મને ખબર નતી પડતી કે મારે શું કરવું..જ્યારથી રીઝલ્ટ આવ્યું ત્યાર થી હું સાવ હારી જ ગયો હતો.યાર મારે 6 બેકલોગ છે અને જ્યારથી હું ડીટેઈન થયો ત્યાર થી મને ખબર જ નહ્તી પડતી કે હવે હું શું કરીશ..હું સાવ હારી ગયેલો..અમુક લોકો ની હાલત જોઇને મને એવા જ વિચારો આવતા કે યાર હું શું કરીશ ??સાલું મારું ફ્યુચર પણ આવું જ હશે..” અને એ રડવા લાગ્યો એટલે મેં એને સમજાવવા વાત કરી કે “જો ભાઈ, તું નક્કી કરી નાખ કે તારે શું કરવું છે..અને તારા પપ્પા નું ટેન્શન નઈ લેતો તેન સાથે હું વાત કરી લઈશ.તું ખાલી મને વાત કર કે મારે આ કરવું છે અને મને આમાં રસ છે એટલે બાકી નું હું સાંભળી લઈશ.અને દોસ્ત એક નિષ્ફળતા થી આમ હારી થોડું જવાઈ..હજુ તો જીન્દગી ખુબ બાકી છે અને અને દોસ્ત તારા મમ્મી પપ્પા નો પણ વિચાર કર..એ લોકો ના નો સપનાનો આધાર પણ તું જ છે.એની હાલત નો પણ વિચાર કર.હવે ખાલી મને વાત કર કે આલાપ મને આ કામ મા રસ છે એટલે પછી આપણે કંઇક રસ્તો કરીશું..”

બસ વાત ના જવાબે મને હલાવી દીધો.. મિત્ર મને એવું કીધું કે ભાઈ મને ખબર નથી કે મને શેમાં રસ છે..કઈ ખબર નથી પડતી કે મારે શું કરવું છે..અને પછી મેં બીજા ઘણા બધા મિત્રો ને જોયા કે જે લોકો ની હાલત પણ આવી હતી..અને પૂરી રીતે તો હું પણ આમાં થી બાકાદ નથી wink emoticon આવું કેમ ??અને મેં જેટલા Motivational સેમિનાર ભર્યા તે બધા માં એક જ વાત કરે છે કે તમને જેમાં રસ હોય જે કામ માં તમારી ફાવટ હોય તે જ કામ કરો..તમારી સફળતાને કોઈ નહિ રોકી શકે..3 idiots જેવી ફિલ્મમાં પણ મારા મતે આજ કેહવા માંગે છે..પણ જે લોકો ને ખબર નથી કે તેને શેમાં રસ છે તેના માટે શું ??તેવા લોકો ની તો ક્યાય વાત નથી થતી..અને મારા મતે તો આવા યુવાનો નો વર્ગ પણ ખુબ મોટો હશે (આવું મારું માનવું છે,હું ખોટો પણ હોઈ શકું.)તે લોકો માટે શું ??તેને જયારે ખબર પડે કે તેને શેમાં રસ છે ત્યાં સુધી માં તો સમય પોતાનું ચક્ર ફેરવી ગયો હોય છે..અને આ મથામણમાં જ યુવાની માં કંઇક કરવાની જે ભૂખ હોય તે નાશ પામે છે…અને પછી ગધેડા જેવી જીન્દગી જીવીને મરી જાય..બસ આજ લાઇફ !! નઈ ??તો શું ??કઈ રીતે પોતાનો રસ્તો શોધવો ??શું કરવું યુવાનીના સાચા ધેય માટે ??

મારા મત પ્રમાણે તો ‘પોતાને’ શેમાં રસ છે તે જાણવા માટે હજારો વસ્તુ Try કરવી પડશે..થોડું જોખમ પણ લેવું પડશે..અને તો અને તો જ એકાદ માં રસ પડશે અને સફળતા મળશે બાકી કોઈ ઉપરથી આવીને તમને નહિ કહી શકે કે તમને આમાં રસ છે…અને આ માટે ‘RISK’ લેવું પડશે અલગ અલગ વસ્તુ Try કરવાનું..નવું નવું શીખવાનું…અને એમાં નિષ્ફળ પણ જવાશે તોય શું થઇ ગયું ??અરે દોસ્ત આ ઉમર છે ‘નિષ્ફળ જવાની’…યાદ કરો કે જયારે આપણે નાના હતા ત્યારે પેહલા Crawl કરવાનું શરુ કર્યું અને ઘણી વાર પડ્યા પણ ખરા એટલે આજે દોડી શકીએ છીએ પણ વિચારો કે જો આપણે સીધો દોડવા માટે જ પ્રયત્ન કર્યો હોત તો શું આજે દોડી શક્યા હોત ?? અને મારા મતે નિષ્ફળતા એ તો સફળતા માટે ચુકવવી પડતી કિંમત..(અને આમેય ફ્રી માં મળે તેવી વસ્તુ ની આપણને કીમત જ ક્યાં છે )દોસ્તો કોલેજ ના ચાર વર્ષમાં જો ખરેખર નક્કી કરીએ તો ઘણું બધું કરી શકતા હોઈએ છીએ..સાચું કહું તો આજ તો સમય છે તમારી જાત ને જોખમ માં નાખવાનો અને નિષ્ફળ જવાનો..અને સાહસ કર્યા વિના તો નિષ્ફળતા જ નહિ મળે..અને નિષ્ફળતા વિના આગળ કઈ રીતે વધશો ???અને જો આવું નહિ કરો તો છેવટે ઓટોમેટીકલી નિષ્ફળ બનશો અને આવી Ordinary લાઇફ જીવતા ગધેડાઓ તો આપણે જોઈએ જ છીએ..એમાં કઈ નવું નથી..અને સફળતા એટલે માત્ર પૈસાવાળું થવું એવું તો નથી !! તમે તમારા કામ ને પુરા આનંદ સાથે ત્યારેજ કરી શકો જયારે તમને તેમાં રસ હોય..અને જો આવું હોય તો તમે સફળ જ છો..

બસ મારે આટલું જ કેહવું છે..અને જો તમારા વિચારો મારા થી અલગ હોય તો પણ જણાવવા નમ્ર વિનંતી અને જો તમને ક્યાય ભૂલ દેખાઈ તો પણ જણાવવા વિનંતી છે …અને દરેકના મંતવ્યો આવકાર્ય છે.”

images

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

વેદનાનો – આક્રોશનો જ્વાળામુખી

દિલ્હીના  અરેરાટીભર્યા  “નિર્ભયા” ની  ઘટનાને  2વર્ષ પુરા થવા પર છે, આપણે  એમાંથી શું બોધપાઠ લીધો?  કશો જ નહિ!!

હજુ આજે પણ એજ રીતે  બળાત્કારની  અરેરાટીભરી ઘટનાઓ ચાલુ જ છે.  અને  નફફટ રાજકારણીઓ એની પર બી   ગંદુ રાજકારણ  રમી જાણે  છે.  કાયદાની   છટકબારીનો લાભ લયીને  નારાધમો  છુટા ફરે છે ન અને  બીજા  બળાત્કારો  કરતા રહે છે. અને  કરુણતા તો એ છે કે આપણા  પેટનું પાણી પણ નથી હાલતું!!

2 વર્ષ પહેલા   “નિર્ભયા”ની ઘટના  પછી  જયારે  દિલ્હીની  સડકો પર યુવાનો એના  શાંત  વિરોધમાં  ઉતર્યા હતા… શાંત રીતે પોતાની વેદના- આક્રોશ વ્યક્ત  કરતા હતા  ત્યારે, તે સમયની    રાજ્ય  અને કેન્દ્ર સરકારે  તે યુવાનો પર   લાઠીચાર્જ, પાણીના  ફુવારા  છોડાયા હતા.  ગુનેગારને  આકરી સજા કે ફરી આવા  ગુના નહિ થાય  એની તકેદારીના પગલાં લેવાને બદલે  શાંત રીતે વિરોધ કરી રહેલા  યુવાનોના  વિરોધ- આક્રોશને કચડવાની  કોશિશો કરી હતી.

તે  સમયે  તે ઘટનાના  સંદર્ભમાં  મેં  મારી લાગણી- આક્રોશ-ગુસ્સાને  શબ્દો  દ્વારા  વ્યક્ત  કરવાની  કોશિશ કરી હતી. જે  કાવ્ય  અહી મુક્યું છે.   હજુ  આજે પણ  ક્યાંય  પણ બળાત્કારની ઘટના  વિષે  સાંભળું- વાંચું  ત્યારે  મારામાં કાવ્યમાં  વ્યક્ત  કરી જ  જ્વાળાઓ  સળગી  ઉઠે છે.

બળાત્કાર  જેવા  ગુના માટે  તો ફાંસી અથવા  તો ‘’ I spit on your grave’’  કે ‘’ઝખ્મી ઔરત’’  મુવીમાં  બતાવ્યા એ જ  ઉપાય  અત્યંત  જરૂરી છે.

 

ન કરશો શાંત મને
ન કરશો ઠંડો મને,
રહ્યો છું સળગી વેદનાથી
રહ્યો છું સળગી આક્રોશથી.

બસમાંની એ કાકલૂદી, ચીસો, આક્રંદ,
કરે છે વધારો મારી વેદનામાં.

લૂટાયેલી, કચડાયેલી મનુષ્યતા,
વેદનાની ચીસો, કણસતું શરીર
લોહીની ફુટેલી ટશરો,
જન્માવે છે મારા લોહીમાં આગ.

મારા શરીરમાં ફરે છે,
એ લોહી નથી, ગુસ્સાની જ્વાળા છે.

એક તરફ એ નરપીશાચતા…,
બીજી તરફ,
વેદનાથી ખળભળી ઉઠેલી યુવાની

મિત્રો પર થતો
અત્યાચાર
પાણીના ફુવારાનો, લાઠીનો, અશ્રુગેસનો.
નિર્દોષ યુવા પર થતો લાઠીનો ઘા
પડે છે સો’ળ મારા હ્રદયમાં.
અને એ દ્રશ્યો
મારી નસમાં ફરતી આગને
ફેરવે છે અગનજ્વાળામાં.

સંભળાય છે લાચાર ચિત્કાર
બહેનની વેદનાનો,
પજવે છે મને
મારી  વિવશતા

સૂનકાર બનાવી દે છે મને,

બસમાંની વેદનાની ચીસો
અને…..
સત્તાધીશોની મુંગી નફ્ફટાઈ.

ન કરશો શાંત મને
ન કરશો ઠંડો મને,
રહ્યો છું સળગી વેદનાથી
રહ્યો છું સળગી આક્રોશથી.

-જિજ્ઞેશ પારેખ, ‘જુગ્નુ’.

Posted in Uncategorized | 1 ટીકા

મારા અતિપ્રિય શહેરો-સ્થળો… ભાગ -2

સુરત-સુર્ય઼પુર-નર્મદ નગરી:

મહાભારતકાળથી સુરત પ્રસિદ્ધ રહ્યું છે. અશ્વનીકુમાર – કર્ણ-ત્રણ પાનનો વડ- વૈદરાજનો ઓવારો વિ.ની   કથાઓ ગ્રંથ-પુરાણોમાં છે. તો જહાંગીરના સમયે મદીના- મક્કા જવા માટેના જહાજો અહીંથી ઉપાડતા…( મક્કાઈપુલ)…. અંગ્રેજોની પહેલી કોઠી પણ સુરતમાં જ બની. બાજુના પ્રદેશોના રાજાને જયારે ધનની   જરૂરત ઉભી થતી તો   સુરત પર ચડાઈ કરી લુંટ કરતા.

કૃષ્ણના મથુરાથી દ્વારકા ગમનનું વિરામ સ્થળ એટલે સુરત… શેઠ ગોપીચંદ અને માણેકજી વાડિયા ની સખાવતનું કરજદાર એટલે   સુરત… વાસી અબ્બાસ અબ્દુલ અલી “મરીઝ”સાહેબ અને ગનીચાચાના કાવ્ય-ગઝલના મત્લા અને મક્તા એટલે   સુરત… શ્રી ગુણવત શાહના નિબંધ કે ગીતા પ્રવચનોમાં ગુંથાયેલું સુરત… યાર બાદશાહો ચંદ્રકાંત બક્ષી બાબુને સંકટ સમયે અડગ સાથ આપનાર સુરત (શ્રી નાનુભાઈ નાયક)… ભગવતી કુમાર શર્માજીની “મુજ ઘાયલ   ભૂમિ ”   એટલે સુરત…( ગુજરાત મિત્રમાં એમના તંત્રી લેખ અજોડ હતા)…     “સજનવા” મુકુલ ચોકસી અને રઈશ મનીયારની તાજગીભરી શાયરીનું મુકામ એટલે સુરત… હરિભાઈ જરીવાલા સંજીવ કુમાર અને શ્રી કૃષ્ણકાંત વખારિયા   (કે.કે.)ના રૂપે અભિનય સમ્રાટ આપનાર સુરત… નાટ્યમંચને   અભિનય વડે પવિત્ર કરનાર   શ્રી યઝદી કરંજીયા એટલે સુરત… ભારતના પહેલા મહિલા પાયલોટ પ્રભાવતીબહેન દિક્ષિતની ઉડાન એટલે સુરત… ગંદકીના કાદવમાંથી સ્વચ્છતાનું કમળ ખીલવી નંબર એક બનતું સુરત…… હીરાના ઝગમગાટનું   કેન્દ્ર એટલે સુરત…. કાપડ ના વણાટના તાણાવાણે   વણાયેલું   સુરત…   ડાઈંગ- પ્રિન્ટીંગના ધુમાડામાં   ઉંચે વિસ્તરેલું સુરત…..સાડીના પાલવે બંધાયેલું સુરત… જમીનના આસમાને ઉછળેલા ભાવે ઉછળેલું   સુરત…. ખમણ બનાવતા થયેલી નાની સી   ભૂલ નેલોચોથી મશહુર કરે તે સુરત…..   વાનગી પરથી કોઈ શહેર ઓળખાય તો તે પોંકની નગરી સુરત…. કાશીના મરણ પહેલા સ્વાદિષ્ટ જમણ દ્વારા સૌને તૃપ્ત કરતુ   સુરત ….

નર્મદના “દાંડિયા”ની આહલેક   અને ગુજરાતના સૌથી વિશ્વનીય “ગુજરાત મિત્ર-દર્પણ”ની 150 વર્ષની અવિરત સફળ સફર   સુરતની   ભૂમિને આભારી છે.

દેશ-વિદેશનાં અનેક વેપારીઓ અહી વેપાર કરવા આવતાં અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનીમય સ્થાપવા તે સમયે “નાણાવટ” નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં હતું .

દેશી હોય કે વિદેશી   વર્ષોથી   સૌને   હંમેશા સુરત પ્રત્યે આકર્ષણ રહ્યું છે. સુરતે પણ સૌને સ્વીકારીને ઠરીઠામ   કર્યા છે. સુરતમાં આવેલા-વસેલા-રહેલા   કોઈને પણ   સુરતે કદી નિરાશ નથી કર્યા. આમાં સુરતી પ્રજાનો પણ સહયોગ મળ્યો છે. વૈમનસ્ય કદી પણ   સુરતમાં કે સુરતી પ્રજામાં જોવા નથી મળ્યું. અરે સુરતને લુંટનારાઓને પણ સુરતે-સુરતી પ્રજાએ સરઆંખો પર બેસાડ્યા છે. હાં, સુરત કે સુરતીઓની ઓળખ સમી ગાળ…… ભલે સુરત એની ગાળ માટે બદનામ હોય પણ   એ કદી મારામારી કે ખૂનખરાબા સુધી નથી પહોંચી, ગાળાગાળી પછી   એ જ   લોકોને સાથે ચા-નાસ્તો કરતાં કે ફરતાં જોયા   છે.

સમયાંતરે વારંવાર કુદરતી કે માનવ સર્જિત લૂંટ -આગ-આફતો-તોફાનો-રોગચાળાનું ભોગ સુરત બન્યું છે, પરંતુ હંમેશા સુરત એ જ ખુમારી થી ફરી ઉભું થયું છે અને નવી-નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે.   સુરતે કદી પણ કોઈની   સામે હાથ ફેલાવ્યો નથી ( સરકાર- રાજ્યો- એનજીઓ -સંસ્થાઓ વિ… સામે )… પરંતુ જયારે પણ દેશમાં કોઈ આફતો આવી છે ત્યારે મદદ તરીકે લંબાયેલો પ્રથમ હાથ સુરતનો જ રહ્યો છે અને રહેશે.

સુરત…..સુરત…..સુરત,   એના વિષે જેટલું લખું એટલું ઓછું છું. ગમે તેટલું લખીશ પણ મને તો ઓછું જ લાગશે!! શું લખું અને શું રહેવા દઉં?!

ભવિષ્યમાં   ઉપરના લીસ્ટમાં વધારો થઈ શકે , પણ એક નામ હંમેશા ટોપ પર રહેશે, એ છે મારું પ્યારું સુરત.. sea લેવલથી ઊંચાઈ!!! મારા હૃદયનાં સમંદરમાં સુરત પૂરેપૂરું ડૂબી ગયું છે, સુરતનાં   અક્ષાંશ-રેખાંશ મારા હૃદય પર કોતારાયા છે. તાપીના બંને કાંઠે   વિસ્તરેલું સુરત મારા હૃદય અને નસ-નસમાં ઉતરીને આખા શરીરમાં   વિસ્તરી ચુક્યું છે.   સુર્ય઼પુત્રી તાપીનુ પાણી   મારા શરીરમાં   લોહી બનીને વહી રહ઼યુ છે.. શ્વાસ-ઉચ્છ્શ્વાસમાં   સુરતની મહેક જ પ્રસરે છે.

ભલે હું જન્મે નવસારીનો છું, (હાલમાં) રહેવાની દ્રષ્ટિએ   પણ નવસારીનો રહીશ છું, પરંતુ મારું કર્મસ્થળ સુરત જ છે– અને હું મારી જાતને   “સુરતી” તરીકે ઓળખાવું છું- સુરતી ગણું છું. મને ગૌરવ પણ સુરતી હોવાનું છે….

મારા જીવન માં જે પણ મહત્વની ઘટનાઓ-પ્રસંગો બન્યા છે એમાં સુરત જ સંકાળાયેલું છે.   પિતાની નોકરીને પરિણામે કે મારા સંજોગોને લીધે ભલે હું સુરતની બહાર રહેતો હોવું પરંતુ   સુરતની મહત્વની ઘટનાઓ સાથે કે મહત્વની ઘટનાઓનો   હું સાક્ષી બન્યો છું. … સુરતમાં અનામત આંદોલન ની હવા હોય . , સુરતના પહેલવહેલા (1988માં સુરત પશ્ચિમ વિધાનસભામાં ) થયેલા કોમી તોફાનો હોય કે 1992ના કોમી તોફાનો ની ખુવારી હોય, 1994થી શરુ થયેલી 2006 સુધીનો પુર- રેલનો   સિલસિલો હોય કે શંકાસ્પદ પ્લેગના રોગચાળાનો  હાહાકાર  હોય કે ડીમોલીશનનો ધમધમાટ હોય… દરેક ઘટનાનો   નજીકનો સાક્ષી રહ્યો છું. દરેક સમયે સુરતનો મિજાજ  જોયો-અનુભવ્યો છે. સુરતની આફત સમયે કદી સુરતને અટુલું મુક્યું નથી!!

સુરતની ગલી એ ગલી એ ફર્યો છું- રખડ્યો છું….. સુરતની નાઈટ લાઈફની મજા માણી છે… સુરતના દરેક સ્વાદથી વાકેફ છું… સુરતની એવી કોઈ ફરસાણ-નાસ્તાની જગ્યા નહિ હશે જ્યાં ખાધું નહિ હશે!!! માત્ર ખબર પડવી જોઇએ કે…!!!!!!

આજે હું જે કંઈપણ છું… મારૂ જે કોઈ પણ થોડું ઘણું   વિકાસ- ઘડતર   થયું છે, મારા વિચારોનું જે થોડું ઘણું સામાન્યપણ ઘડતર થયું છે, મારામાં વાંચન-સાહિત્ય-લેખન વિ.નો જે શોખ ઉત્પન્ન થયો છે એમાં મારા સ્વજન, નજીકના સ્નેહીજનો, મિત્રો સહીત જો કોઈ સૌથી મોટા પરિબળે   ભાગ ભજવ્યો હોય તો તે સુરત છે… મને જોઈતું- મેં ઈચ્છેલું પ્લેટફોર્મ મને સુરતે પૂરું પાડ્યું છે.,   પિતાના પ્રેરકબળથી નવું-નવું વાંચવાનું – કવિસંમેલનો- સાહિત્યકારોના પ્રવચનોના કાર્યક્રમોમાં   જવાનું શરુ કર્યું,   રસ ધરાવતા મિત્રો મળતા ગયા, માહોલ બનતો ગયો અને એ માહોલને જોરદાર હવા સુરતે આપી. કેટકેટલું મને મારા સુરતે આપ્યું છે… લખવા બેસીશ તો   કદાચ   કદી પૂરું જ નહિ થશે!

આમ જો કહેવા બેસુ તો યુગો વહી જાય઼

         તુ જો   સાંભળે તૉ ક્ષણમાં પતી જાય઼.  

                         —— ભગવતીકુમાર શર્મા

સુરતે   કેટકેટલું શીખવ્યું છે …. પ્રેમની અનુભૂતિનો આનંદ સુરત એ આપ્યો છે   મિત્રતા શબ્દની શરૂઆત જ્યાંથી થાય એવો દિલોજાન-જીગરી BIPIN પણ સુરતે જ આપ્યો… તો એની સામે છેડે “હરામીપણા”ના પર્યાય પણ મળ્યા…. સુરતે બધા જ અનુભવ કરાવ્યા છે!

જો મારા જીવન માંથી   સુરતની બાદબાકી કરો તો   શૂન્યઅવકાશ સર્જાય જાય.

છેલ્લા થોડા વર્ષોથી દેશ વિદેશમાં જેણે સુરતને ગૌરવ અપાવ્યું છે એવી સંસ્થા સુરત મહાનગર પાલિકાનો હું પણ એક ભાગ છું જેનું પણ   ગર્વ છે.

સુરત…. સુરત…. સુરત….   સુરત મારો   પ્રેમ છે, સુરત   મારી જીંદગી છે, સુરત મારું સર્વસ્વ છે.

images4 images3 index images5

Posted in Uncategorized | Leave a comment

મારા અતિપ્રિય શહેરો-સ્થળો… ભાગ -1

પૃથ્વીનો છેડો ઘર ભલે કહ્યો હોય, પણ પ્રવાસનું જીવનમાં ઘણું જ મહત્વ છે. નાના-મોટા દરેક પ્રવાસ આપણને કંઈક ને કંઈક શીખવે છે,   પ્રવાસ આપણને દરેક પરિસ્થિતિમાં રહેતા શીખવે છે. પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારથી પ્રવાસ વિશેના નિબંધ લખતા આવ્યા છે. એટલે વધારે નહિ લખતાં, મૂળ વાત પર આવી જાઉં.

પ્રવાસનું આયોજન જાતે કરીએ તો ઘણું નવું શીખવા- જાણવા મળે. મેં અત્યાર સુધી ના લગભગ દરેક પ્રવાસ જાતે જ ગોઠવ્યા છે, પેકેજ ટુર કરતાં જાતે જ પ્રવાસ એરેન્જ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. અને હવે તો “ગૂગલ મહારાજ” હાથવગા છે, કહો તે માહિતિ   પળભરમાં હાજર કરી દે!!

અત્યાર સુધીમાં જે થોડુંઘણું ફર્યો છું તથા પ્રવાસની રીતે કે રહેવાના-સ્થાયી થવાના કારણે , અન્ય કોઈ રીતે હું જે સ્થળ-શહેરનાં સંપર્કમાં આવ્યો છું, ( ભારતમાં જ સ્તો!),   એમાંનાં લગભગ દરેક સ્થળ- જગ્યા- શહેરનું અદકેરું મહત્વ છે જ, અને મને લગભગ દરેક સ્થળ-જગ્યા- શહેર અલગ-અલગ પરિમાણથી થોડા ઘણાં ગમ્યા જ છે. પરંતુ   કેટલાક શહેર-સ્થળ એવા છે જે મને ખુબ-ખુબ પસંદ છે. જ્યાં મને વારંવાર જવાનું પસંદ છે, એ શહેરો વિષે વાતો કરવી પસંદ છે, એ સ્થળ – જગ્યા- શહેરને   યાદ કરતા જ તાજગી મહેસુસ થાય છે. આ શહેરો મને સૌથી વધુ પ્રિય શહેરો-સ્થળ-જગ્યા છે. આજે એ સ્થળ -શહેરો વિષે થોડી વાતો કરવી છે……….. આજે એનો પ્રથમ ભાગ રજુ કરું છું.

પહલગામ:

કુદરતી સૌંદર્યનો અદભુત ખજાનો એટલે   હિમાલય.. હિમાલયમાં   જમીનથી   લઈને   આકાશ   સુધી સર્વત્ર કુદરતની કરામત જોવા મળશે.. પળેપળે કુદરતની અદભુત- અકલ્પનીય લીલા દ્રશ્યમાન થાય.   હિમાલયની   પર્વતમાળામાં કોઈ સ્થળ એવું નહિ હશે   જે આપણને પસંદ નહિ પડે. મને તો સંપૂર્ણ હિમાલય પસંદ છે. આ હિમાલયમાં સ્થિત જમ્મુ- કાશ્મીરને એટલે જ તો   ધરતી પરનું સ્વર્ગ કહ્યું છે.

આવા અદભુત હિમાલયમાં   sea levelથી લગભગ 2740મીટર (7200ફુટ ) ની ઊંચાઈ પર અને   ૩૪.૦૧°N ૭૫.૧૯°E   અક્ષાંશ-રેખાંશ પર   Lidder (લીડર) valley સ્થિત અદભુત સ્થળ એટલે પહલગામ..

આમ તો   જમ્મુથી મુસાફરી શરુ કરો એટલે હિમાલયની આછી ઝલક મળવા માંડે, અને એમાય જવાહર ટનલથી શરુ થતી ઘાટી-ખીણની મુસાફરી તો અવિસ્મરણીય   રહે છે. અને એ મુસાફરી પહલગામ આવતા સુધીમાં એની ચરમસીમા- પરાકાષ્ટએ પહોંચી જાય છે., પહલગામ નજીક આવતાં જ   Lidder (લીડર) નદીની સમાંતર માર્ગ વહે છે, એનો ખળખળ અવાજ સતત કાનમાં ગુંજતો રહે છે. ( lidder નદી આગળ જતા ઝેલમ નદીને મળે છે.)   lidder નદી નું એકદમ ઠંડુ-શીત અને આરપાર જોઈ શકાય તેવું નીતરું પાણી, પથ્થરો વચ્ચેથી વહેતું પાણી વાતાવરણમાં સતત એક ધ્વની પ્રસરતો રાખે છે. રાતે   અંધારામાં બીજો કોલાહલ નહી હોય ત્યારે એ પાણીનો અવાજ સાંભળવાનો એક અલગ જ રોમાંચ છે.

ઊંચા પહાડો પર ઊંચા દેવદારના વ્રુક્ષો, એક તરફ નદી, પહાડોની ગીરીમાળાઓ, દેવદારથી આચ્છાદિત પહાડો, બર્ફીલા પહાડો, બરફ પીગળતા વ્રુક્ષો વિનાના પહાડોનું સૌન્દર્ય તો બેનમુન છે. ક્ષણે-ક્ષણે બદલાતું દ્રશ્ય, વહેલી સવાર, બપોર, સાંજ, રાત દરેક પ્રહરનું અલગ જ વાતાવરણ અને તેનો નજારો મન-હૃદયને એક નવા જ   રોમાંચિત વિશ્વમાં સફર કરાવે છે. ઉત્તુંગ શિખરોની હારમાળા, ઊંચા પહાડો-વાદળો -સૂર્ય-સૂર્યપ્રકાશ   વચ્ચે અવિરત રમાતી સંતાકુકડી, પહાડોની વચ્ચે- વાદળોની કિનારો પરથી- દેવદારના વ્રુક્ષો વચ્ચેથી આવતા સૂર્યના કિરણો પળપળના નજારાને બદલાતા રહે છે. માણો તો   હરેક પળે અલગ દ્રશ્ય નજરો સામે જોવા મળે છે.

પહલગામથી લગભગ 15કિમી દુર   બેતાબ valleyનું   દ્રશ્ય અદ્વિતિય છે.   અને ત્યાંના શીત   વાતાવરણમાં   “કાવો”નું સેવન શરીરને ગરમ રાખે છે.

અને અહીં જ તો મને એક બર્ફીલા પહાડ પર કુદરતી રીતે   “J” લખાયેલો જોવા મળ્યો…. ( શેષનાગ પાસે )   ફોટો મુક્યો છે……

પહલગામમાં જેટલા દિવસ રહ્યો- ફર્યો મુખમાંથી માત્ર ને માત્ર   સતત ત્રણ-3 શબ્દો નીકળ્યા છે,….. ” અદભુત-અદ્વિતિય- અકલ્પનીય”.

પહલગામમાં પળેપળે   ન વર્ણવી શકાય કે ન સમજાવી શકાય એવી   શાંતિ-આનંદ-મજા-ઉત્સાહની અનુભૂતી   થઈ છે. એના માટે મને શબ્દો મળતા નથી… અને એ સમજાવવા જઈશ તો એ સમજાવવામાં અનુભૂતિનો   આનંદ ગુમાવી બેસીશ   એવો ડર છે.

પહલગામ, આ એવું સ્થળ છે જ્યાં મને ગમે ત્યારે- ગમે તેટલીવાર   જવાનું -રહેવાનું   કહો તો આ બંદા બધું જ મૂકીને   કુદરતના બેનમુન ખોળે જવા હંમેશા તૈયાર છે.

rscn2036.jpg DSCN2012 DSCN1997

જેસલમેર :

ભારતનાં સૌથી મોટા રણ રાજસ્થાન. રજવાડાઓનું રજવાડી રાજ્ય એટલે રાજસ્થાન.   ગઢ-કિલ્લા-મહેલોઓનું રાજ્ય એટલે રાજસ્થાન. અરવલ્લી પર્વતમાળાનો વિસ્તાર ધરાવતું હોવા છતાં, રણનો વિસ્તાર વધારે હોવાથી   જીવન જરૂરીયાતની વસ્તુઓની   પ્રાપ્યતાની સરળતા ઓછી. પાણીના નહીવત સ્ત્રોતો વચ્ચે સખત મહેનતથી રહેતી પરંતુ મજાના લોકોનો   રહેવાસ એટલે   રાજસ્થાન.

આવા   મસ્ત રાજસ્થાનમાં 26.92°N 70.9°E E   અક્ષાંશ-રેખાંશ પર, પાકિસ્તાનની સરહદ નજીક, ચોતરફ રણ વચ્ચે વસેલુ જેસલમેર.

ગોલ્ડન સીટીનાં રૂપે ઓળખાતું શહેર. જોધપુરથી ધુળ-રેતીની ડમરીઓની સંગાથે જેસલમેર પહોચતા ચારેતરફ પીળા(golden) મકાનો અને  રણ જ દેખાય.  શિયાળામાં જેટલી ઠંડી એટલી જ ઉનાળામાં ગરમી.      હાં, જયપુર, જોધપુર કે ઉદેપુરની સરખામણીમાં ભવ્યતા-જાહોજલાલી ઓછી, વિકાસ પણ ઓછો પરંતુ રહેવાની મજા   જેસલમેર માં જ..!!

મહરવાલ જેસલસિંહ એ વસાવેલું શહેર, “the Hill Fort of Jaisal”.   મહેલ-કિલ્લા- મકાનો સર્વત્ર પીળું જ પીળું.. અને પીળું એટલું સોનું..   ગોલ્ડન સીટી જેસલમેર.. હવેલીઓનું શહેર એટલે જેસલમેર.

કોઈ પણ શહેર-સ્થળને જોવા- માણવાની મજા તો   “11 નબરની બસ”માં જ   આવે!!!   શહેરની સડકો પર, ગલીઓમાં   પગપાળા-ચાલતા ફરવાની મજા છે, શહેરને ,  શહેરના લોકોને, શહેરના વાતાવરણને, શહેરના મિજાજને જાણવો-માણવો હોય તો એ શહેરમાં ચાલતાં   જ અલગારી રખડપટ્ટીએ નીકળી પડો.. અને જેસલમેરને માણવાની મજા ત્યાંની સડકો-ગલીઓમાં ચાલતા ફરવાની જ છે.

જેસલમેરમાં ફરતાં કેટલીક ખાસિયતો નોંધી. જેસલમેર એટલે હવેલીઓનું શહેર. ઠેર-ઠેર હવેલીઓ જોવા મળે. સુંદર-કલાત્મક નકશીદાર કોતરણીઓથી શોભતી હવેલીઓ. દરેક ઘર પર સુંદર કોતરણી   અચૂક જોવા મળે જ. જો સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા વ્યક્તિનું મકાન હશે તો થોડા મોટા આકારોનું નક્શીકામ હોય એવી કોતરણી હશે, અને જો પૈસાપાત્ર વ્યક્તિનું મકાન હશે તો ઝીણી-બારીક નકશીકામ હોય એવી કોતરણી જોવા મળશે.. પણ મકાન પર સુંદર કોતરણી અચૂક હશે જ. જો તમે જેસલમેરની ગલીઓમાં ફરતાં -ફરતાં થાકી ગયા તો ત્યાં નજીકના કોઇપણ ખુલ્લા ઘરના બેઠક ખંડમાં જઈને થોડીવાર   બેસીને આરામ કરી શકો, ( મોટેભાગના ઘરોમાં એ રીતે જ બાંધણી છે કે બેઠક ખંડ અલાયદો રહે.) ઘરમાં કોઈ પુરુષસભ્ય હશે તો પાણી માટે પૂછી જશે,  નહિ તો થોડીવાર બેસો, કોઈ તકલીફ નથી. જે ઘરમાં લગ્ન પ્રસંગ ગયો હશે તો ઘરની બહારની દીવાલ પર (દરવાજા કે બારી પાસે) ઘર/મંદિર દોર્યા હોય અને હાથના પંજાના નિશાન જોવા મળે. જ્યાં જુવો ત્યાં પીળો કલર અને કોતરણી દ્રશ્યમાન થાય. અવનવી પાઘડીઓ જોવા મળે.

રણની સુંદરતા જેસલમેરમાં જોઈ.   રેતીના ઢુંવા.. રેતીના ઊંચા ઊંચા ટેકરાંઓ.. નાના-મોટા દરેક આકારના રેતીના   ઢુંવા-ટેકરાંઓ. એમાં ઘણાં તો લગભગ 150ફૂટ(46 મીટર- 15થી 17 માળ )   જેટલા ઊંચા છે. જોઈ લો જાણે રેતીનો હિલોળાં લેતો સમંદર.. રણ નું   પણ સૌંદર્ય હોય એ નીરખ્યું..

જયપુર, જોધપુર કે ઉદેપુરનાં કોલાહલનાં પ્રમાણમાં જેસલમેર એકદમ શાંત લાગે..   આ લખું છું   ત્યારે આખું જેસલમેર મારી આંખ સામે તરવરે છે,   કિલ્લો , હવેલીઓ,, નકશીદાર કોતરણીઓ, પીળો કલર, મકાન પર લગ્નપ્રસંગનાં ચિન્હો, રેતીના ઢુંવા અને રાજાના મહેલનાં   દરવાજા સામે ઓટલા પર પૂંઠા પર “અહી   સુરતી ખમણ અને છાસ મળશે” નું લખાણ,… બધું જ મારી નજરો સામે છે.

જેસલમેરની શાંત ભવ્યતા, ત્યાની પ્રજાની નિર્દોષતા, રણની સુંદરતા   મારા શરીરમાં પ્રસરી ગઈ છે.   I LOVE JAISELMER.

images images2 3

હવે પછીના લેખમાં આ યાદીમાં સૌથી શિરમોર એવા શહેર વિષે ………

Posted in Uncategorized | Leave a comment

પદયાત્રાને સફાઈયાત્રામાં ફેરવીએ– વિચારસરણી બદલીએ…..

સર્વપ્રથમ તો વિશ્વની કહેવાતી   સૌથી પવિત્ર – પુણ્યશાળી ભૂમીમાં કે જ્યાં સૌથી વધુ ધર્મ-સંપ્રદાય-પંથ-આશ્રમો-મઠો છે, જેમાં સૌથી વધુ કહેવાતા ગુરુઓ-સંતો-ધ.ધુ.પ.પુ.ઓ-મહાત્માઓ છે, જેની પ્રાથનાઓ-શ્લોકો-ભજનોમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ” એવા વાક્યો ઠાંસી ઠાંસીને ભર્યા છે અને એ શ્વાસની જેમ રટતી   ધર્મપ્રેમી પ્રજાને   સ્વચ્છતાના પાઠ ભણાવવા- સ્વચ્છતા માટે અભિયાન ચલાવવા પડે એ જ સૌથી શરમજનક ઘટના છે.

મોટેભાગે દિવાળી વેકેશન તથા મે વેકેશનમાં વિવિધ સંસ્થાઓ-ધાર્મિક સંગઠનો કે જે તે સ્થળના સ્થાનિક રહીશોના જૂથ કે વ્યક્તિગત ધોરણે શીરડી, ડાકોર, અંબાજી, તિરુપતિ બાલાજી, સાળંગપૂર, નારેશ્વર વિ. ધાર્મિક સ્થળોની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને એમાં કહેવાતું પૂણ્ય મેળવવા માટે ઘણી સંખ્યામાં યુવક-યવતિઓ જોડાય છે. આવી પદયાત્રામાં ઘણી કહેવાતી સેવાભાવી સંસ્થાઓ મદદમાં જોડાય છે.
આ પદયાત્રીઓનાં સંઘ જે માર્ગ પરથી પસાર થાય કે જ્યાં રોકાણ કરે કે વિસામો લે ત્યાં કચરા-ગંદકીનું સામ્રાજ્યનું સર્જન કરતાં જાય. ખાસ કરીને પ્લાસ્ટીકનાં ઢગલા કરતાં જાય. સાથે બીજો સવાલ એ પણ આવે કે આવી પદયાત્રાનો હેતુ શું? એ યોજવાથી શું સિધ્ધ થાય છે? કે માત્ર દેખાદેખીમાં આયોજન થાય છે અને દેખાદેખીમાં જોડાય છે….!!    આમેય આવા પદયાત્રાના આયોજનો વેકેશનમાં જ થતા હોય છે કે કારણ કે ત્યારે કોલેજ-ઓફિસોમાં રજા હોય છે, સુરતમાં વરાછાની ભાષા શૈલીમાં કહું તો આમેય બધી “નવરી બજાર” જ હોય છે. તો એનો યોગ્ય જગ્યાએ – યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો?
આવી પદયાત્રામાં કેટલો માનવશ્રમ- કેટલો માનવ સમય વેડફાય છે!? અને ફળશ્રુતિ શું? કંઈ નહી. હાં, માર્ગમાં ગંદકી કરતાં જાય તે નફામાં.   આ તો માત્ર ગુજરાતની વાત થઈ, આ રીતે   તો સમગ્ર ભારતના દરેક રાજ્યો-પ્રદેશોમાં વિવિધ ધાર્મિક સ્થળોની પદયાત્રાઓ નીકળે છે… અને લગભગ દરેક સ્થળે ઉપર કહી તે પરિસ્થિતિ નિર્માણ થાય છે.     ( કથાકાર મોરારીબાપુએ પણ આવી પદયાત્રાઓ પર પ્રશ્ન ઊભો કર્યો હતો).

આ વિપુલ માનવશ્રમ-માનવસમયનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો!! આવી પદયાત્રાને બદલે આ વિપુલ માનવશ્રમ-માનવસમયને સમાજ-રાષ્ટ્રહિતનાં કાર્યો તરફ વાળવામાં આવે તો એનો લાભ સમ્રગ સમાજ-રાષ્ટ્રને મળે.
હાલમાં દ્રષ્ટિવાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા-સફાઈની. આહલેક જગાવી છે. હવે, આ પદયાત્રી માનવશ્રમ-માનવસમયનો સફાઈ ઝુંબેશમાં ઉપયોગ કરવામાં આવે તો એનું પરીણામ કેટલું વ્યાપક મળે! આવા અર્થહીન પદયાત્રાનું આયોજન કરતી સંસ્થાઓ આવી યાત્રાને બદલે. “સફાઈ યાત્રા”નું આયોજન કરે તો!! વધારે દૂર જવાની પણ જરૂર નથી, આપણી આસપાસ જ આવું આયોજન કરી શકાય. પદયાત્રામાં તો દિવસોના. દિવસો અને એ પણ 24 કલાકનો સમય ફાળવવો પડે,. જ્યારે સફાઈયાત્રામાં તો. દિવસનાં માત્ર એક-બે કલાક પૂરતાં છે. આવા કાર્યમાં કદાચ વધારે “પૂણ્ય” મળે!

સફાઈ-સ્વચ્છતા આપણાં સ્વભાવમાં જ નથી. સફાઈ-સ્વચ્છતા આપણાં રોજીંદા જીવનમાં વણાઈ જવી જોઈએ. વધુમાં નરેન્દ્ર મોદીએ સફાઈ અભિયાનના પ્રતિનિધિ તરીકે કોઈ ઘર્મ-સંપ્રદાયના ગુરુ-સંત-આચાર્યની નિમણૂંક નથી કરી., એ જો કરી હોય તો હજુ કદાચ થોડો ફરક પડે. અને જોવાનું એ પણ છે કે કોઈ સંપ્રદાયના કહેવાતા ગુરુ-સંત-આચાર્ય-કથાકારે પણ આપમેળે ઝાડુ ઉપાડી સફાઈની આહલેક જગાવી નથી… ( જો હોય તો ધ્યાન દોરવું)

પદયાત્રા તો માત્ર એક ઉદાહરણ છે,. આવા તો કેટલાય કાર્યો છે જેનો   હેતુ સમાજ-રાષ્ટ્રહિતમાં ફેરવી શકાય એમ છે , જરૂર છે નવી દ્રષ્ટિની….. પરમ્પરાગત વિચારસરણીમાં બદલાવની….. અને એને અમલમાં મુકવાના હિંમતભર્યા અભિગમની…… દરેક પાસે પોતાની આગવી સૂઝ- સમજ હોય જ છે , જે આના કરતાં પણ સારું- નવું વિચારી શકે છે, જરૂર છે માત્ર એમાં યોગ્ય રીતે બદલાવ લાવવાની….

          (એક ચોખવટ : આ લખનાર બંદા પણ માત્ર આ લખીને બેસી નથી રહ્યા…. મને તપાસ કરતાં આવી બે સંસ્થાના  ફોન નંબર મળ્યા તો,   તેમને આની એક કોપી મોકલી છે અને શક્ય હોય તો રૂબરૂ મળવા પણ કહ્યું છે. સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને આ અંગે ઈ -મેલ પણ કર્યો છે. )


Posted in Uncategorized | Leave a comment

वन्देमातरम- ઉમદા વિચાર, અનુકરણીય કાર્ય.

આજે 15મી   ઓગસ્ટ.   આપણો 68મો સ્વાતંત્ર દિવસ. યુપીએ-2   પછી હૃદયથી એક   તીવ્ર મહેચ્છા   ઉભરી હતી   કે શ્રી નરેન્દ્ર મોદીને   લાલકિલ્લા પરથી   રાષ્ટ્રધ્વજ   ફરકાવતા અને   રાષ્ટ્રજોગ સંબોધન કરતા   જોવા-સાંભળવા છે. આજે એ   મહેચ્છા પૂરી થઈ. એક સંતોષનો અનુભવ થયો. આ પહેલા   માત્ર 2 વડાપ્રધાનને   15મી ઓગસ્ટએ સાંભળ્યા છે. એક   ” હમે દેખના હૈ ” અને અટલબિહારી વાજપેયી.

   એમાંય,   લાલકિલ્લા પરથી વન્દેમાતરમ-वन्देमातरम-vandematram   બોલાયું, સંભળાયું……..   FEELING PROUD

પણ   મારે આજે આપ સૌની સાથે એક બીજી વાત શેર કરવી છે. જયારે પણ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ આવે એટલે આપણાં સૌમાં   દેશપ્રેમ નો વાવડ આવે,   આપણે સૌ એ વ્યક્ત કરવા બહાર મળતા 2 રુપીયા થી 10રૂપિયાના પ્લાસ્ટીક્યા ધ્વજ   ખરીદીને ઘર- -ટૂ વ્હીલર- ફોર વ્હીલર કે અન્ય સ્થળે લગાવીએ છે કે લગાવીને ફરીએ છે.   આમાં   બાળકોની જીદ પણ કારણભૂત   છે.

અને 15મી ઓગસ્ટ   કે 26મી જાન્યુઆરીએ   બપોર પછી   જ એ ખરીદાયેલા પ્લાસ્ટીક્યા ધ્વજ ઘરમાં, મોટેભાગે તો બહાર રસ્તા પર જ આમતેમ અટવાતા જોવા મળે છે, ઘણીવાર કચરાપેટીમાં નંખાયેલ જોવા મળે છે કે ફાટેલી હાલતમાં જોવા મળે છે. આપણી   મોટાઓની બેદરકારી કે લાપરવાહી.   અહીં   બાળકોની જીદ કરતાં   મોટાઓની બેદરકારી કે લાપરવાહી વધારે જવાબદાર છે.

આપણે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના જાહેર રાજાના દિવસે બપોરબાદ-સાંજે   પરિવાર કે મિત્રવર્તુળ સાથે ફરવા   જઈએ છે ત્યારે   બહાર રસ્તા પર જ આમતેમ   અટવાતા ધ્વજ   જોઈએ છીએ, તે સમયે આપણે સૌ માત્ર અફસોસ વ્યક્ત   કરી ને કે નિસાસા   નાખીને   આગળ નીકળી જઈએ છીએ. બીજે દિવસથી આપણી રોજીંદી ઘટમાળ શરુ.   વર્ષોથી આ ઘટમાળ ચાલે. આ રીતે   બહાર રસ્તા પર આમતેમ અટવાતા ધ્વજએ   રાષ્ટ્રનું અપમાન જ છે. આપણે   તો આવું બધું લખીને કે બળાપો કાઢીને બેસી રહીએ છીએ.   પણ આનાથી વ્યથિત થઈને,   એક 20 વર્ષના યુવાને આના માટે એક રસ્તો વિચાર્યો. વાત વર્ષ 2007ની છે.

BVM કોલેજ , વલ્લભ વિદ્યાનગરમાં   એન્જીનીયરીંગમાં ત્રીજા વર્ષમાં   ભણતા કૃણાલ પારેખએ- krunal parekh    ( અંતમાં ફોટો છે.)     માત્ર અફસોસ વ્યક્ત કરવા કે   નિસાસા નાખવાના બદલે   કંઈક   નક્કર કાર્ય   કરવાનું વિચાર્યું.     26મી જાન્યુઆરી 2007ની સાંજે બધાં રજા માણતાં હતા ત્યારે   કૃણાલએ એના   6 થી 8   મિત્રોની સાથે   પૂરા વલ્લભ વિદ્યાનગરની   દરેક એ દરેક ગલી- રસ્તાઓ પર ફરીને   બહાર રસ્તાઓ પર કે અન્યત્ર અટવાતા   રાષ્ટ્રધ્વજને   સન્માનપૂર્વક ઉઠાવીને એકઠા કર્યા, ( લગભગ 150 થી પણ વધારે ધ્વજ )….   એ તમામ રાષ્ટ્રધ્વજને   વ્યવસ્થિત ગોઠવી   તેમનાં   NCCના કમાન્ડરને   સૂપરત   કર્યા.   રાષ્ટ્રપ્રેમનું   ઉમદા અને અનુકરણીય   દ્રષ્ટાંત આપ્યું.   કૃણાલ અને   એના મિત્રોને   હૃદયપૂર્વક અભિનંદન.

   મારા માટે આનંદ અને ગર્વ ની વાત એ છે કે   આવું     ઉમદા વિચારનાર   અને   અનુકરણીય કાર્ય   કરનાર કૃણાલ મારો   ભત્રીજો છે.

     વન્દેમાતરમ-वन्देमातरम-vandematram.

    DSCN9043

Posted in Uncategorized | Leave a comment

“જુગ્નુ”.

ઉછીનો હોવાથી

સતત વઘધટ

થતો

ચંદ્રનો પ્રકાશ,

જે કદી

ફેલાવે અંધકાર

તો કદી

ફેલાવે પ્રકાશ.

જયારે

નભમાં

પોતાના બળે

ચમકે તારા

અને

ધરા પર

પોતાના બળે

ચમકે

  “જુગ્નુ”.                                                                                                                                                 398833_319524451448231_588269612_nimages

 

 

 

જિજ્ઞેશ પારેખ, “જુગ્નુ”. (જુગ્નુ=આગિયો )

Posted in Uncategorized | Leave a comment

“रुक जाना नहीं तु कहीं हार के…….. ” માતા- પિતાની અપેક્ષાઓના ભાર” વિનાનું ભણતર…

     મિત્રો, હવે પરીક્ષાની સીઝન પૂરી થવા પર છે , આપણે   ત્યાં વિદ્યાર્થી જીવનમાં   પરીક્ષાનો હાઉ ઘણો મોટો છે,   અને વળી એમાં જાતે ઉભી કરેલી કોમ્પીટીશનની માયાજાળ!!   સૌથી વધારે તો માતા -પિતા ની અપેક્ષાઓનો ભાર, એમાય   ખાસ તો અન્યોની   દેખાદેખીમાં માતાઓ ની “પ્રતિષ્ઠા” નો ભાર બાળકો-કિશોર-યુવાનો- વિદ્યાર્થી/વિદ્યાર્થીનીના નાજુક ખભા- મગજ-ભણતર પર આવે છે …   “ભાર વગરનું ભણતર ” તો કહીએ છે, પરંતુ   એ ખરેખર તો ” માતા- પિતાની અપેક્ષાઓના ભાર” વિનાનું   ભણતર હોવું જોઈએ!!

      વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા માત્ર ભણતરની પરીક્ષા છે, જીવનની પરીક્ષા નથી.   કોઈ સંજોગોમાં   તમારાથી આ પરીક્ષામાં   ઓછા માર્ક્સ આવે કે ધાર્યા કરતા બીજું પરિણામ આવે કે ના-પાસ   થવાય, જીવનમાં કોઈ આભ તૂટી પડવાનું નથી. જીવન કઈ આવી   સામાન્ય પરીક્ષાઓનું મોહતાજ નથી. નાસીપાસ થવાની કોઈ જરૂર નથી. જીવનમાં ઘણાં   મોકા આવશે તમારી કાબેલિયત બતાવવાના. અને એ સમયે તમે બતાવેલી કુનેહતા-કાબેલિયત-સક્ષમતાને લોકો ધ્યાનમાં લેશે. જીવનમાં પણ એ જ ઉપયોગી બનશે કે તમે વિકટ પરીસ્થિતિ   સામે કેવી રીતે  સંઘર્ષ કરો છો કે એને કેવી રીતે સંભાળો છો ..   નહિ કે બોર્ડમાં   કેટલામો નંબર આવેલો એને !!  

       પરીક્ષાના નબળા પરિણામના ભય હેઠળ અને એમાય   માતા-પિતા- સમાજના ડર હેઠળ દર વર્ષે ઘણા વિદ્યાર્થીમિત્રોના આપઘાત ના કિસ્સા બને છે,   જે માટે ઉપર કહ્યું તેમ ઘણું બધું જવાબદાર છે. અને આપણી એજ્યુકેશન સીસ્ટમ…..!   જવા દો જે વસ્તુ આપના હાથમાં નથી એને   કોસીને છૂટી   જવા કરતા, એમાંથી   જ રસ્તો કાઢીને   આગળ વધીએ.

         પરીક્ષાના નબળા પરિણામના ભયથી ગભરાતા કે   ના-પાસ થવાના ભયથી   ગભરાતા કે ઓછા માર્ક્સ આવવાના ભયથી   ડરતા વિદ્યાર્થીઓ   માટે એક સાચી બનેલી ઘટના તમારી સામે રજુ કરું છું.. અમારા ગ્રૂપમાં 2 મિત્રોની આ વાત છે…….. 

 

 

         દર વર્ષે   બોર્ડની પરિક્ષાન પરિણામ   ક્યાંક ઉદાસી તો ક્યાંક   ખુશી મૂકી જાય છે. ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ એને અંગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે છે.  જોકે હું દઢપણે માનું છું કે ધોરણ ૧૦-૧૨ના પરીણામો એ જ માત્ર કંઈ જીંદગીની સફળતાનો માપદંડ નથી, હજુ તો જીવનને જીવવાને-સમજવાની શરૂઆત છે.
     દરવર્ષે બોર્ડના પરીણામો આવે અને મને મારા ગ્રુપના બે મિત્રોની સત્યઘટના અચૂક યાદ આવે.
      હું ઘોરણ ૧૨-કોમર્સમાં હતો ત્યારે સ્કુલ અને કેમ્બે કલાસીસમાં ભણતા મિત્રોનું ગ્રુપ હતું. ૨૦-૨૧ મિત્રો હતા. (વર્ષ ૧૯૯૦). ધોરણ ૧૨નું બોર્ડનું પરીણામ આવ્યું, અમારા ગ્રુપમાં ૨ જણ સિવાય બધા પાસ. બે મિત્રો અજય અને ધર્મેશ એ બંને નાપાસ થયા. અમારા ગ્રુપના સૌથી હેન્ડસમ અને લાડકા મિત્રો. અજયની પરીસ્થિતિ ઉચ્ચ મધ્યમ વર્ગની અને ધર્મેશની આર્થિક પરીસ્થિતિ ઘણી જ નબળી, પણ એ બંને એકદમ ખાસ-અંગત મિત્રો.
પરીણામ તો નજર સામે હતું, હવે શું? ફરી ઓક્ટોબરમાં પરીક્ષા આપવાનું નક્કી કર્યું. બન્ને મિત્રો એ મનથી નક્કી કર્યુ હવે પરીણામ લાવીને રહીશુ. ઓક્ટોબરમાં પરીક્ષા આપી અને એમાં પાસ થયા. ગ્રેજયુએશન માંટે કોલેજ જોઈન્ટ કરી. B.comની ડીગ્રી first class marks સાથે મેળવી. ( ત્રણેય વર્ષ first class marks મેળવ્યા.) ત્યાર પછી L.L.B.પણ વિના અવરોધે પૂર્ણ કર્યું. અત્યારે અજય કેનેડા છે, અને ધર્મેશની મહેનતના પગલે એનું ઘર-કુટુંબની આર્થિક પરીસ્થિતિ ઘણી જ ઉચ્ચ છે. બન્ને મિત્રોએ બોર્ડની ક્ષણિક નિષ્ફળતાને ગણકાર્યા વિના પોતે જે aim નક્કી કર્યો હતો તે મેળવીને રહયા.
       ધોરણ ૧૨નું પરીણામ આવ્યું, તે સાંજે અમે અજયના ઘરે ભેગા થયા હતા. એટલામાં એના father આવ્યા, એમણે અજયને પુછ્યું “હવે શું કરવાનો?” અજયે કહ્યું “ઓકટોબરમાં ફરી પરીક્ષા આપીશું”. એના father કહે “૬ મહિનાની વાર છેને! તું કાલે સવારે મલ.” બીજે દિવસે સવારે એના father એ ૨લાખ રૂપિયાનો ચેક આપ્યો અને કહયું “કાકા સાથે સંચા(looms)ના કારખાને જવાનું શરુ કરી દે”  અજયે આનાકાની કર્યા વિના loomsના કારખાને જવાનું શરુ કર્યું. સાથે ધર્મેશને પણ નોકરીએ રાખ્યો ( એ બહાને ધર્મેશને આર્થિક મદદ મળી રહે). એ બન્ને મિત્રોએ લગભગ ૮-૧૦ મહિનાની મહેનત પછી અજયના fatherને ૨લાખ રુપિયા પરત કરી દિધા. અને પોતાના બળે બીજા સંચા-looms શરુ કર્યા. એ મિત્રોને સલામ કરવાનું મન થાય એવી વાત એ છે કે આ બધું એમણે ઓક્ટોબરની ફેર પરીક્ષાની તૈયારી સાથે કર્યું……
     એક તરફ નાપાસ થયા પછી ફરી પરીક્ષા આપવાની (ખાસ તો માનસિક) એની તૈયારી, સાથે નવો ધંધો જે કાકા સાથે પાર્ટનરશીપમાં હતો, તેમાં અથાગ મહેનત કરી, એ કમાણી માંથી પોતાનો વ્યવસાય શરુ કર્યો. (આ બધામાં દર શનિ-રવિ અમને-મિત્રોને મળવાનું-પાર્ટી થાય એ તો ખરું જ ).
  ધોરણ ૧૨માં નાપાસ થવાની હતાશા-વેદના તો કયાં ગઈ તેની તો અમને કે એ બન્નેને પણ ખબર નહી પડી……                            

Posted in Uncategorized | Leave a comment

“જુગ્નુ”

દરેકના  જીવનમાં   ઉતર-ચઢાવ  આવે  છે,  દરેક વ્યક્તિ  એના  સંજોગો , અહં, સ્વભાવ, આગ્રહ-પૂર્વગ્રહ, જે તે સમયની પરિસ્થિતિ  પ્રમાણે એનો સામનો કરે છે,     કેટલાક કશું વિચારતા  નથી,  તો    કેટલાક એમાંથી બોધપાઠ  લે છે,  અને પછીના  જીવનના  માર્ગની કેડી   કંડારે  છે,  હા, કદાચ  એ  કેડી  બીજાને અનુકુળ   ન   આવે , પરંતુ  એ કેડી  જે તે  વ્યક્તિએ  પોતે  કંડારી છે, માટે  એને  એની  પર  મોજ થી  ફરે  છે.

 

આ કવિતામાં   ઉપરના  વિચારોને  કાવ્યરૂપ  આપવાનો  પ્રયાસ  કર્યો  છે. (  આ પોસ્ટ કરું છું  ત્યારે  દિલોજાન  મિત્ર  સ્વ. બિપિન   મિસ્ત્રીને  કેમ વિસરાય!  આ કાવ્ય જે તે સમયે   એની સાથે  થયેલી  લાંબી ચર્ચા  પછી અંકુરિત  થયું છે,)

 

જીવન છે એક ખેલ મજાનો
રમે છે સંજોગો દાવ મજાનો,

એક ક્ષણ દુ:ખ તો એક ક્ષણ સુખ મજાની
જીરવી છે હ્રદયથી દરેક ક્ષણ મજાની,

ઝઝુમ્યો છું દરેક પડકારે મજાનો
પડકાર કેવા? ચુકાવે ધબકારો મજાનો,

રાખ્યો છે મિત્રો પર વિશ્વાસ મજાનો
સામે આપી છે મિત્રોએ ઘાત મજાની,

મુક્યો છે મિત્રોએ આરોપ મજાનો
દીધો છે જીવનભરનો ઘાવ મજાનો,

સંજોગોએ ઘુમાવ્યો છે મજાનો
બદલાયા છે નિજ સરનામા મજાના,

અણધાર્યો પામ્યો છું સ્નેહ મજાનો
ધાર્યુ ત્યાં મળી ઉપેક્ષા મજાની,

જીવનના પડકારે ઝઝુમવામાં
એટલો છે સંતોષ મજાનો
બાબા-ગુરુઓની ચુગાલ માંથી છટકી
કેળવ્યો છે અભિગમ વિજ્ઞાનનો મજાનો.

એક જ ઈચ્છા જીવનમાં મજાની
આ પાખંડ, અંધશ્રધ્ધાના અંધકારમાં,
નથી ગજુ સુર્ય કે દિવડા થવાનું
બસ પાખંડ, અંધશ્રધ્ધાના અંધકારમાં
ફેલાવું પ્રકાશ, બની “જુગ્નું” મજાનો.

-જિજ્ઞેશ પારેખ “જુગ્નુ”

કાવ્ય  લખ્યા તા: 8/7/2012 )

Posted in Uncategorized | Leave a comment

“ઓ કા’ના તારી કેરીયરનું શું?”

મને સૌથી વધુ ગમતી મારી સ્વરચિત કવિતા અહી રજુ કરું છું.. આપ સૌને ગમશે જ.. જોકે હું એવા કોઈ દાવા નહિ કરીશ કે આ કવિતા મને ખુદ કૃષ્ણ એ આવીને લખાવી છે ..વિ.. વિ.. 🙂

માત્ર, આજની શિક્ષણ પ્રણાલિ તથા માતા – પિતાની ( ખાસ તો માતા ની ) બાળક પ્રત્યેની હદ બહારની ભણતર ની ( માર્ક્સ -ગ્રેડ -નંબર ) ની દેખાદેખીની પળોજણમાં – માતા -પિતાની અંગત મહત્વાકાંક્ષાના ભાર તળે મૂંઝાતા – ભીંસાતા – કચડાતા બાળપણને માણવાનો નાનકડો પ્રયાસ છે..

જય શ્રી કૃષ્ણ ..

“ઓ કા’ના તારી કેરીયરનું શું?”

સેરેલેક, સીરીયલ, બોર્નવિટા પીવાના સમયે
તે પૂતનાને હણી, ઓ કા’ના તારી કેરીયરનું શુ?

સ્કુલમાં એડમિશનના ઈન્ટરવ્યુ આપવાના બદલે
તે યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું, ઓ કા’ના તારી કેરીયરનું શુ?

પ્લેગ્રુપમાં જવાના સમયે
ગેડી દડા તું ખેલ્યો, ઓ કા’ના તારી કેરીયરનું શુ?

વાન-રીક્ષામાં ઘેંટાની જેમ ભરાઈને સ્કુલમાં જવાને બદલે
વનમાં જઈ ગાયો તે ચારી, ઓ કા’ના તારી કેરીયરનું શુ?

અંગ્રેજી મિડિયમની એસી સ્કુલમાં ભણવાના બદલે
સાંદિપની રૂષિના આશ્રમમાં ભણ્યો, ઓ કા’ના તારી કેરીયરનું શું?

ચોપડાથી ભરેલ દફતર ઉંચકવાના બદલે
ગોવર્ધન પર્વત તે ઉંચકયો, ઓ કા’ના તારી કેરીયરનું શું?
ઘરે આવેલા મહેમાનોની સામે “જેક એન્ડ ઝીલ, લીટલ સ્ટાર” ગાવાના બદલે
તે બીજાને ઘરે માખણ ચોર્યુ, ઓ કા’ના તારી કેરીયરનું શુ?

સ્કુલના પ્રોજેક્ટ પેપર-એસાઈનમેન્ટ તૈયાર કરવાને બદલે
તે ગોપીઓના ચીર ચોર્યા, ઓ કા’ના તારી કેરીયરનું શું?

એન્યુલ ફંકશનમાં વિવિધ ડ્રેસ પહેરી ડાન્સ કરવાના બદલે
તું ગોપીઓ સાથે રાસ રમ્યો, ઓ કા’ના તારી કેરીયરનું શું?

ખોટું કરતાં સગાઓની મદદથી બોર્ડમાં નંબર લાવવાને બદલે
તે ખોટું કરતા આતતાયી સગા કંસને માર્યો, ઓ કા’ના તારી કેરીયરનું શું?

______ જિજ્ઞેશ પારેખ, ” જુગ્નું ”

“ઓ કા’ના તારી કેરીયરનું શું?”

Posted in Uncategorized | Leave a comment

” જિંદગી તારી આ રીત અજીબ છે”

ગઈકાલે વાક્બારસ હતી . સરસ્વતીની મહિમાનો દિવસ ગણાય. સરસ્વતી શબ્દોની દેવી.
વાક્બારસે સ્ફૂરેલી – લખેલી એક કવિતા…..

પહેલા ગૂંચવે છે, પછી સવાલ કરે છે
જિંદગી તારી આ રીત અજીબ છે.

હજી એક સવાલને જ હું સમજું
ત્યાં તું બીજા સવાલ સામે ધરે છે,
જિંદગી તારી આ રીત અજીબ છે.

સમજવા-સમજાવવામાં રહ્યો જે વિષયને
તે પ્રેમમાં, બીજા ઉત્તરોની હારમાળા રચી ગયા ,
હું છોડતો રહ્યો એક પછી એક વળ પ્રેમની
બીજા એ જ વળને સહારે ઇતિહાસ રચી ગયા.
જિંદગી તારી આ રીત અજીબ છે.

જેને હું ઉત્તર સમજી હરપળ હરખાતો રહ્યો,
સમય જતાં એ જ ઉત્તર બીજો સવાલ નીકળ્યો
જિંદગી તારી આ રીત અજીબ છે.

—- ”જુગ્નું”

( લખ્યા તારીખ 31/10/2013, વાક્બારસ – સં.2069)

Posted in Uncategorized | Leave a comment

MY SELF

આજે  હું   ખુબ જ રોમાંચ  અનુભવું  છું,  વર્ષ  1989માં  દૈનિક  અખબાર  ગુજરાતમિત્રમાં   લખેલ  પ્રથમ ચર્ચાપત્ર થી  કરેલી શરૂઆત,  પહેલા  ગુજરાતમિત્ર / સંદેશમાં  માત્ર  ચર્ચાપત્રો   જ  લખતો  હતો.. લખવા  માટે  એ  સિવાય મારી પાસે કોઈ  જ   platform  નહિ  હતુ..  લખવાની  આળસ  ને કારણે  નિયમિત  લખતો પણ   નહિ,  ત્યારે   સર્વ શ્રી શશીકાંત શાહ,   મોહનભાઈ વાઘેલા  ‘પ્રયાસી’,  જયકુમાર દમણીયા ‘બિન્દાસ’ એ  વારંવાર  ટોકીને  લખવા  માટે  પ્રેરીત  કર્યો   છે.. 

                  ત્યારબાદ   facebookના  વિશ્વમાં  પ્રવેશ કર્યો.   લખવાની  સરળતા   તથા  વિચારો ને  ત્વરિત  રજુ  કરવાની   ઉપલબ્ધિથી    facebook   માફક  આવી ગયુ..   facebook  વિશ્વના  પ્રવેશ  માટે  ચેતનભાઈ પારેખ-વલસાડ,   ભાવેશ પારેખ – અમેરિકા   તથા  તેજલ પારેખ-સુરતની   મહેનત- પ્રેરણા  જે  કહો  તે   જવાબદાર(??!!!)  છે ..    {  facebook નું  account   જ  ચેતનભાઈ  એ  ખોલી આપ્યું  હતું, }..   [ એ ત્રણેય  મિત્રોને  શોધવા નહિ  જતા,  કે  આને  અહી  કેમ  લાવ્યા?  🙂  ]   facebook  પર  ઘણા  નવા મિત્રો મળ્યા,( સુમિત બેનર્જી, ગોવિંદભાઈ મારું ,મુકુલ જાની, ભુપેન્દ્રસિંહ રાઓલ , ધર્મેશ પુરોહિત ,  વિ. કોઈને  પણ રૂબરૂ  મળ્યો નથી  છતાં, એક  લાગણી બંધાઈ   છે  ),  ઘણા  જુના  મિત્રોની  છુપાયેલી  ટેલેન્ટ  જાણી  શક્યો ( સ્વ. બીપીન મિસ્ત્રી, શિરીષ ગડરિયા, વિ.  ) ….  

   હવે   BLOGના   વિશ્વમાં  પ્રવેશી રહ્યો  છું,  હ્જુ  શીખી રહ્યો  છું, { અમિતાભ  બચ્ચન, જય વસાવડા, ભુપેન્દ્રસિંહ  રાઓલ, ના  પેગડામાં  પગ  નાખી  રહ્યો  છું….  🙂  🙂 }..      BLOG    ભત્રીજા  કૃણાલની  મદદ  થકી  જ બની શક્યો  છે..   

             આજે  હું  ઋણી  છું  મારા પિતાશ્રીનો…. મને  વાંચવાની-વિચારવાની ટેવ  પાડી  હોય તો  મારા   પિતાશ્રીએ.. બચપણમાં   મને   કોઈ વાર પેપરના  હેડીંગ  વાંચતા  અથવા  બધાની  વાતો  સંભાળતા    જે તે  સમયેની ઘટનાઓ  વિષે મનમાં સવાલ  ઉદભવતા,   જે અંગે  પપ્પાને  સવાલ પૂછતો,  ત્યારે પપ્પા  સૌથી પહેલા  એક જ વાત પૂછતાં  કે,   ”આખા  સમાચાર વાંચ્યા?  વિગતવાર  સમાચાર વાંચ્યા?  તું પહેલા પૂરું વાંચ, પછી  પણ  જે  નહિ  સમજાય  તે પૂછ,  હું  તને  સમજાવીશ……”    બસ,  એકવાર  પૂરું વાંચ્યા  પછી મોટેભાગની  શંકા -સવાલ   રહેતા જ નહિ,  આમ  કરતા-કરતા   વાંચવાની  ટેવ  પડી  ગઈ.. એમને  મારામાં   વાંચવાની  ઉત્સુકતા  જગાવી.. મારા  વિચાર ઘડતરમાં  પપ્પાનો  ફાળો  ઘણો જ મોટો  છે…     

                બીજો મહત્વનો ફાળો  દૈનિક  ગુજરાતમિત્રનો  છે,  જે  વાંચી ને મોટો થયો  છું……. શરૂઆત  સર્વશ્રી  ભગવતીકુમાર શર્મા, ગુણવંત શાહ, તારક મહેતા, જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠીથી  થઈ  પછી    અશોક  દવે,  શશીકાંત શાહ, સૌરભ શાહ,     જય વસાવડા,  કાજલ  ઓઝા-વૈદ્ય,…..   યાદી   ઘણી જ લાંબી છે, બસ  વાંચવા- વિચારવાની   સફર  આમ જ  ચાલુ  રહેશે ….. અહી   હું  નિયમિત  લખવાની  કોશિશ   કરીશ..

  વાંચવા -વિચારવાનું  સૌથી  વધારે   share  કરતો રહ્યો છું   તેજલ,  ભાવેશ, કૃણાલ   તથા  વડીલ વ્રજલાલકાકા  સાથે….. એ ચર્ચાઓ નો  ફાળો  પણ ઘણો જ  અમૂલ્ય  છે,  આમાં    સ્વર્ગસ્થ  મિત્ર  બિપીન  મીસ્ત્રીને  કેમ  ભૂલાય?  અત્યારે સૌથી વધુ  અભાવ  એનો  જ તો  સાલે   છે..     આ  બધુ  જ  જે  ભૂમિ પર મળ્યું  છે, જે  શહેરના  વાતાવરણમાં   મને ખીલવાની  તક  મળી છે, એ છે  મારૂ  સૌથી  પ્રિય-પ્યારું  સુરત..        

                        હવે  બ્લોગ ના નામ  વિશે,     [ આજે   સેલ્ફ માર્કેટિંગનો  જમાનો  છે,  એટલે  મારો  પ્રચાર  મારે પોતે  તો કરવો જ પડશે,  તમારે  એટલો  મને  સહન  કરવો  પડશે..   😦    🙂   ]

     લગભગ    6 મહિનાનો હતો  ત્યારે મળેલું  ઉપનામ    ”જુગ્નુ -Jugnu”……   પછીથી  ખબર  પડી કે  ”જુગ્નુ ”  એટલે  આગીયો..  ચોમાસા  દરમ્યાન  અંધારામાં જોવા મળતું  જંતુ…… એને  રૂ માં  પકડીને  એનો   પ્રકાશ  માણતા…

                        મારામાં  સૂર્ય  થવાની  ત્રેવડ  તો  નથી  અને  એવું  ઈચ્છતો  પણ  નથી,  પણ  હા,  ”જુગ્નું”  બનીને     મારાથી  બનતો  પ્રયાસ  તો કરી  શકીશ,   ભલે   ”જુગ્નુ ” ના   પ્રકાશથી   કોઈ જ   ફરક  નહિ  પડે, પરંતુ   મારી  જાતને  એટલો  તો  સંતોષ  આપી શકીશ  કે  બીજા બધા  જયારે   અંધારાને  કોસતા  હતા  ત્યારે  એ  બેન્ડવેગનમાં  જોડાવાને  બદલે      મેં   ”જુગ્નું”  જેટલો   કે ”જુગ્નુ”   જેવો  પ્રયાસ તો કર્યો   હતો …….

      આમેય,  રામાયણ નું   જટાયુ એ   મારું  પ્રિય  અને  અનુકરણીય  પાત્ર  છે,

   અંતમાં,  મહર્ષિશ્રી  કવિ  રવીન્દ્રનાથ  ટાગોરનું   એક  કાવ્ય :

   અસ્ત  પામતા

                        રવિ  એ  પૂછ્યું ;

                  

                        ”મારા   કર્તવ્યો  હવે  કોણ સારશે ?”

                            ” હે,  સ્વામિ,  મારી  ત્રેવડ

                                  જેટલું  હું કરીશ”.

                   ક્યાંકથી   માટીનું  કોડિયું  બોલ્યું..   

                                                                                            (  હું  કોડીયાના  સ્થાને  ”જુગ્નુ”  મુકીશ )  

                                                                                         ———જિજ્ઞેશ  પારેખ — ”જુગ્નું ” 

                            { પ્રથમ  લેખ  લખ્યા  તા: 13/ 10/2013, વિજયા દશમી }  

   

Posted in Uncategorized | 10 ટિપ્પણીઓ

Hello world!

Welcome to WordPress.com. After you read this, you should delete and write your own post, with a new title above. Or hit Add New on the left (of the admin dashboard) to start a fresh post.

Here are some suggestions for your first post.

  1. You can find new ideas for what to blog about by reading the Daily Post.
  2. Add PressThis to your browser. It creates a new blog post for you about any interesting  page you read on the web.
  3. Make some changes to this page, and then hit preview on the right. You can always preview any post or edit it before you share it to the world.
Posted in Uncategorized | 1 ટીકા